હાઇકોર્ટના ચુકાદાને માન આપું છું પણ સુપ્રીમકોર્ટમાં પડકારીશ: શિક્ષણ મંત્રી

– 2017ની વિધાનસભા ચૂંટણી રદ કરવાના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં જવાની ભુપેન્દ્રસિંહ ની તૈયારી

ગુજરાતની 2017ની વિધાનસભા ચૂંટણીના અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠકના પરિણામને લઇને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા જાન્યુઆરી 2018 માં હાઇકોર્ટમાં ચૂંટણીના પરિણામો સામે પીટીશન કરવામાં આવી હતી.

ભાજપના સિનિયર નેતા અને ધોળકા બેઠકના ભાજપના ઉમેદવાર એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી આ પીટીશન મુદ્દે હાઈકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા કેસને લઈને અનેકવાર વિવાદો સામે આવ્યા છે અને જેને લઇને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભારે ચર્ચામાં રહ્યા છે ત્યારે તે હાઇકોર્ટ દ્વારા આજે આ કેસમાં મહત્વનો ચુકાદો આપતા ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણીને રદ કરવામાં આવી છે.

જેને લઇને શિક્ષણ મંત્રી અને ધોળકા બેઠક ના ઉમેદવાર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે હું હાઇકોર્ટના ચુકાદાને માન આપું છું પરંતુ આ ચુકાદા સામે હું સુપ્રીમ કોર્ટમાં જઈશ આજે ત્રણ કલાક સુધી મેં કાયદા નિષ્ણાતો સાથે આ બાબતે ચર્ચા કરી હતી અને ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news