હોસ્પિટલના કાળા કરતૂત : જન્મતાવેંત બાળકને એક ઇંજેક્શન લગાવ્યું, રિએક્શનના કારણે હાથ કાળો પડી ગયો

આપણે અવાર નવાર હોસ્પિટલ અને ડોક્ટરોના કારણે દર્દીઓના જીવન સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા કિસ્સા સાંભળે છીએ. ત્યારે મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાંથી વધારે એક આવી ઘટના સામે આવી છે. જ્યાં એક નવજાત બાળકને ઇંજેક્શન લગાવવામાં આવ્યું. જ્યારે થોડા દિવસો બાદ પરિવારના લોકોએ જોયું તો બાળકનો હાથ કાળો પડી ગયો. બાળકને ક્સાયર્ડ ઇન્ફેક્શન થઇ ગયું. જેના કારણે હાથમાં ઝેર ફેલાઇ ગયું.

વિદિશાના જિલ્લા હોસ્પિટલમાં 24 ઓગષ્ટના રોજ એક બાળકનો જન્મ થયો. જન્મ બાદ બાળકની સારવાર દરમિયાન તેના હાથ ઉપર એક ઇંજેક્શન આપવામાં આવ્યું. ઇંજેક્શન આપ્યા બાદ તે બાળકને તાવ આવ્યો. જેથી હોસ્પિટલના સ્ટાફે તેને એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરી દીધો.

પરિવારના લોકોએ વારંવાર પૂછવા છતા બાળકને બતાવવામાં આવ્યું નહીં. જ્યારે 5-7 દિવસ જતા રહ્યા ત્યારબાદ જ્યારે પરિવારના લોકોએ દબાણ કર્યુ તો હોસ્પિટલના લોકોએ કહ્યું કે બાળકને ભોપાલના એક હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યું છે. આ સાંભળ્યા બાદ પરિવારના લોકો જેમ તેમ કરીને ભોપાલ પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમને ખબર પડી કે બાળક તો આઇસીયુમા છે.

પરિવારના લોકોએ બાળકને જાયું તો ખબર પડી કે તેનો એક હાથ તો કાળો પડી ગયો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે તેના હાથમાં ગંભીર ઇનફેક્શન લાગ્યું છે અને હવે તેનો હાથ ઓપરેશન કરીને કાપવો પડશે. આ બધું બાળકને એક્પાયરી ડેટ વાળું ઇન્જેક્શન લગાવવાના કારણે થયું છે. ડોક્ટરોની એક ભૂલના કારણે બાળકની જિંદગી બગડી ગઇ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.