હૃતિક રોશન પોતાની દરેક ફિલ્મ પ્રથમ ફિલ્મ સમજીને જ કામ કરે છે

– અભિનેતા કદી લોકોની પ્રશંસા પર ભરોસો કરતો નથ

હૃતિક રોશનની અભિનય ક્ષમતાથી સહુ કોઇ વાકેફ છે. ગ્રીક ગોડ લુક્સ સાથેસાથે ઋતિક પોતાની પરફેક્ટ ફિસિક અને અવિશ્લનીય ડાન્સ મૂવ્સ માટે પણ ઓળખ બનાવી છે.

ઋતિકે હાલમાં એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એક અભિનેતા તરીકે મેં હંમેશા ધ્યાન રાખ્યું છે કે, પાછલી ફિલ્મોની પ્રશંસાઓ પર ભરોસો કરવો નહીં. હું દરેક ફિલ્મને મારી પ્રથમ ફિલ્મ સમજીને જ કામ કરું છું તેમજ એકવિદ્યાર્થીની માફક તેના પર કામ કરું છું એટલું જ નહીં મને હંમેશા કાંઇક નવું કરવાનું મન થતું હોય છે. હું મારા પાત્રોની પસંદગી પણ વિવિધતાને ધ્યાનમાં રાખીને કરું છું.

ઋતિક હવે હોલીવૂડ ભણી પણ પ્રયાસ કરી રહ્યો છે. તેણે આંતરરાષ્ટય એજન્સી સાથે હાથ મેળવ્યા છે અને તાજેતરમાં તેણે હોલીવૂડની એક ફિલ્મ માટે પોતાના ઘરમાંથી ઓડિશન પણ આપ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news