હવે મહારાષ્ટ્રમાં પણ લાગશે લોકડાઉન, આગામી 8 થી 10 દિવસમાં નિર્ણય લેવામાં આવશે

કોરોના કહેર દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં વધવા લાગ્યા છે, સરકારે પણ કોરોનાની બીજી  લહેરની શક્યતા જોવા મળી છે, મહારાષ્ટ્રનાં ઉપમુખ્ય પ્રધાને કહ્યું કે  દિવાળી દરમિયાન બજારોમાં ભીડથી કોરોના સંક્રમણ વધ્યું છે, તેમણે કહ્યું કે આગામી 8થી 10 દિવસમાં સ્થિતીની સમીક્ષા કરવામાં આવશે, ત્યારે લોકડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે.

ડેપ્યુટી સીએમએ કહ્યું કે દિવાળી દરમિયાન પરિસ્થિતિ એવી હતી કે ટોળાએ કોરોનાનો ખાત્મો બોલાવી દીધો હોય. રાજ્યમાં શાળાઓ શરૂ કરવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, જે શાળાઓને સ્વચ્છ અને સેનિટરી કેવી રીતે બનાવવું તે અંગેનાં છે. રાજ્યનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે સાંજે 8 વાગ્યે રાજ્યને સંબોધન કરશે.

અજિત પવારે કહ્યું, “દિવાળી દરમિયાન ઘણી ભીડ હતી. ગણેશ ચતુર્થી દરમિયાન પણ આપણે આવી ભીડ જોઇ હતી. અમે સંબંધિત વિભાગો સાથે વિચાર-વિમર્સ કરી રહ્યા છીએ. અમે આગામી 8-10 દિવસની પરિસ્થિતિની સમીક્ષા કરીશું અને ત્યારબાદ લોકડાઉન અંગે  નિર્ણય લેવામાં આવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news