‘હું તમારો ઋણી રહીશ’, રિષભ પંતે અકસ્માત બાદ મદદ કરનાર યુવકોનો માન્યો આભાર

ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંત રૂરકી જઈ રહ્યા હતા. તેના અકસ્માત બાદ બે છોકરાઓએ તેને ઘણી મદદ કરી હતી. તે બંને પંત માટે દેવદૂત બનીને પહોંચ્યા હતા. ઋષભ બંનેને મળ્યો હતો. હવે તેણે સોશિયલ મીડિયા દ્વારા રજત કુમાર અને નિશુ કુમારનો આભાર માન્યો છે અને રિષભે આ બંને છોકરાઓ માટે એક ટ્વિટ કર્યું છે. આમાં તેણે પોતાને બંને યુવકોનો દેવાદાર ગણાવ્યો છે.

ઋષભ પંત નવા વર્ષ પહેલા દુબઈથી દિલ્હી આવ્યો હતો અને રૂરકી સ્થિત પોતાના ઘરે જવા રવાના થયો હતો. પરંતુ રસ્તામાં તેનો અકસ્માત થયો. આ અકસ્માત પછી નિશુ અને રજતે તેની ઘણી મદદ કરી અને બંનેએ પંતને હોસ્પિટલ લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી પંત આ બંનેને મળી ચૂક્યા છે અને તેમણે એક ટ્વિટ કરીને બંનેનો આભાર માન્યો છે.

ટ્વિટર પર રજત અને નીશુનો ફોટો શેર કરતા ઋષભે લખ્યું, “હું દરેકનો વ્યક્તિગત રીતે આભાર માની શકતો નથી. પરંતુ હું આ બે નાયકોનો આભાર માનું છું, જેમણે અકસ્માત બાદ મારી મદદ કરી અને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને રજત કુમાર તેમજ નિશુ કુમાર, આભાર. હું હંમેશા તમારો ઋણી રહીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.