ફકત સુંધીને કરો નકલી ખાંડની ઓળખ, આ રીતે ચેક કરો..

બજારમાંથી કોઈ પણ ખોરાક કે ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી આંખબંધ કરીને ન કરવી જોઈએ. કારણ કે, કેટલાક ખરાબ ઈરાદાવાળા ઉત્પાદકો અથવા વચેટિયાઓ નકલી અથવા ભેળસેળયુક્ત ખાદ્ય ચીજો બજારમાં વેચે છે. જેથી તેઓ ઓછા ખર્ચે મોટો નફો કરી શકે. આવી નકલી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી ફક્ત તમારા ખિસ્સાને જ નુકસાન નહીં થાય પણ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થશે.

નકલી દૂધ :
જો કોઈ તમને સિન્થેટિક દૂધ આપી રહ્યું હોય તો તમે તેને ચપટીમાં ઓળખી શકો છો. કારણ કે, સિન્થેટિક દૂધ પીધા પછી સહેજ કડવો સ્વાદ આપે છે. બીજી બાજુ, જો તમે આંગળીઓ વચ્ચે સિન્થેટિક દૂધ ઘસશો, તો તે સાબુ જેવો એહસાસ આપશે.

નકલી ખાંડ :
જો ખાંડમાં યુરિયા મિશ્રિત હોય, તો તમે તેને સુગંધથી ઓળખી શકો છો. હથેળીઓ વચ્ચે થોડી ખાંડ રગડો અને પછી હથેળીઓને સૂંઘો. જો તે ભેળસેળયુક્ત ખાંડ હશે, તો એમોનિયાની ગંધ આવશે. બીજી રીત, પાણીમાં થોડી ખાંડ મિક્સ કરો અને પછી તેને સૂંઘો. તેમાંથી પણ એમોનિયાની ગંધ આવશે.

નકલી લોટ :
જો તમારા લોટમાં મેંદાની ભેળસેળ કરવામાં આવી હોય તો તેને ઓળખવાની રીત એકદમ સરળ છે. જ્યારે લોટ બાંધો ત્યારે ભેળસેળવાળા લોટને ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે. શુદ્ધ લોટમાંથી બનેલી રોટલીઓ સ્વાદમાં મીઠી હોય છે અને નકલી લોટમાંથી બનેલી રોટલીઓનો કોઈ સ્વાદ હોતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news