અલંગમાં હોટલ માલિકને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી તેમજ હોટલ માલિકને માર મારવામાં આવ્યો

તળાજા ના અલંગ શિપ યાર્ડ ખાતે આવેલ પ્લોટ નં.૧ નજીક હોટલ ધરાવતા પરપ્રાતિય હોટલ માલીક હોટલે સુતા હતા. તે વેળાએ મોડીરાત્રીના ચારથી પાંચ બુકાનીધારી શખ્સોએ ઘસી આવી હોટલ માલીકને દોરડેથી બાંધી દઈ તિક્ષ્ણ હથીયારના ઘા મારી ઈજા પહોંચાડી તેના ખીસ્સામાંથી રોકડની લુંટ ચલાવી ફરાર બન્યા હતા. બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.

News Detail

તળાજા ના અલંગ શિપ યાર્ડ ખાતે આવેલ પ્લોટ નં.૧ નજીક હોટલ ધરાવતા પરપ્રાતિય હોટલ માલીક હોટલે સુતા હતા. તે વેળાએ મોડીરાત્રીના ચારથી પાંચ બુકાનીધારી શખ્સોએ ઘસી આવી હોટલ માલીકને દોરડેથી બાંધી દઈ તિક્ષ્ણ હથીયારના ઘા મારી ઈજા પહોંચાડી તેના ખીસ્સામાંથી રોકડની લુંટ ચલાવી ફરાર બન્યા હતા. બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઈજાગ્રસ્તને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં તળાજા તાલુકાના અને સુવિખ્યાત અલંગ જહાજવાડાના પ્લોટ નંબર-૧ની સામે હોટલ ધરાવતા રામ પાસવાન ગત રાત્રીના અરસા દરમિયાન પોતાની હોટલે સુતા હતા. તે વેળાએ મોડી રાત્રીના બે કલાકના અરસા દરમિયાન ચારથી પાંચ મોઢે બુકાની બાંધીને આવેલ શખ્સોએ હોટલ માલીક રામ પાસવાનને દોરડેથી બાંધી દઈ બંધક બનાવી શખ્સોએ તેના કબજામાં રહેલ તિક્ષ્ણ હથીયારથી શરીરના જુદા જુદા ભાગો પર લસરકા પાડી દઈ ઈજા પહોંચાડી તેઓના ખિસ્સામાં રહેલ આશરે ત્રિસ હજારની રોકડની લુંટ ચલાવી ફરાર બન્યા હતા. ઉક્ત બનાવની જાણ થતા આજુબાજુના ખોલી ધારકો દોડી આવ્યા હતા. અને બુકાનીધારીઓના મારથી ઘવાયેલ હોટલ માલીકને ખોલીધારકોએ તાત્કાલીક સારવાર અર્થે પ્રથમ અલંગ હોસ્પિટલ ત્યારબાદ ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અલંગ યાર્ડમાં મોડીરાત્રે બનેલા લુંટના બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. અને પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.આ બનાવ અંગે લૂંટ નો ભોગ બનેલ રામ પાસવાને જણાવ્યું હતુ. કે મોડીરાત્રે તેઓ હોટલ પર નિદ્દાધીન હતા. તે વેળાએ બુકાની બાંધેલા શખ્સો ત્રાટક્યા હતા. અને તેને બંધક બનાવી હથીયારની અણીએ લુંટ ચલાવી ફરાર બન્યા હતા

ઉલ્લેખનીય છે કે અલંગમા ભંગાર ચોરીઓના બનાવોના અનેક દાખલાઓ છે.પરંતુ અહી પેટિયું રળવા આવેલ પરપ્રાંતીયને ખોલીમાં જ બાંધીને બુકાની ધારિઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હોય તેવો પ્રથમ બનાવ સામે આવ્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.