ભરૂચ માં બાળકો ઉઠાવી જવાની શંકાએ ટોળા દ્વારા નિર્દોષ વ્યક્તિ ઓ પર હુમલાઓની ઘટનાઓ વધી

ભરૂચમાં બાળકો ઉઠાવી જવાની અફવાઓ ટોક ઓફ ઘી ટાઉન બનતા કેટલાક સ્થળે નિર્દોષ વ્યક્તિઓ પર ટોળાએ હુમલા કર્યા ની ઘટનાઓ બની

News Detail

ભરૂચમાં બાળકો ઉઠાવી જવાની અફવાઓ ટોક ઓફ ઘી ટાઉન બનતા કેટલાક સ્થળે નિર્દોષ વ્યક્તિઓ પર ટોળાએ હુમલા કર્યા ની ઘટનાઓ બની

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકો ઉઠાવી જતી ટોળકી સક્રિય થઇ હોવાની અફવાઓ લોકો વચ્ચે સતત ચર્ચાનું કેન્દ્ર બની છે,જે બાદ કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ સતર્કતા દાખવતા બોર્ડ લગાવ્યા તો કેટલાંક સ્થળે શંકા ના આધારે નિર્દોષ વ્યક્તિઓ ઉપર હુમલા ની ઘટનાઓ સામે આવી છે,

ખાસ કરી ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં સતત છેલ્લા ૨૪ કલાક માં બે જેટલી ઘટનાઓ બની હતી જેમાં મહિલાઓ સહિત કેટલાક લોકો પર બાળકો ઉઠાવી જવાની શંકાના આધારે ટોળા દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા,જે બાદ મામલો બી ડીવીઝન પોલીસ મથકે પહોંચતા પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાઓ અંગે તપાસ ના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા,

બાળકો ઉઠાવી જવાની ટોળકી સક્રિય થઇ હોવાના વાયરલ વીડિયો બાદ થી આ સમગ્ર બાબત લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે,તેમજ જે તે સ્થળે ભિક્ષુકો સહિત શંકાસ્પદ વ્યક્તિ ઓ ને લોકો દ્વારા પકડી ને મારમારવામાં આવતું હોવાની ઘટનાઓ બનતા ભરૂચ જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે,અને આ પ્રકારની કોઈ ટોળકી સક્રિય ન હોવાનું જણાવી કાયદો હાથમાં લઇ બની રહેલ ઘટનાઓ સંદર્ભે લોકોને મામલે પોલીસ વિભાગ ને જાણ કરવા તેમજ કાયદો હાથમાં લેશો તો કાયદેસરની કાર્યવાહી કરવા સુધી ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.