દમણમાં ભાજપના બે નેતાઓ વેપારી પાસેથી ખંડણી માંગવા જતા ભેરવાયા!થયા જેલભેગા

સંઘપ્રદેશ દમણમાં ભંગારના વેપારી પાસેથી ધંધો કરવા માટે હપ્તા-ખંડણી માંગવા મુદ્દે ભાજપના બે નેતાઓ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલ વિરુદ્ધ વેપારીએ ફરિયાદ કરાતા બન્ને નેતાઓની ધરપકડ થતાં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.

દમણમાં સ્ક્રેપના વેપારીને ધમકી આપવા મામલે ભાજપના નેતા અને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલ સહિતના આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દમણ જિલ્લા પંચાયતની દલવાળા બેઠક પરથી નવીન પટેલ ભાજપમાંથી બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે. અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમની આ પ્રથમ ટર્મ છે.
જ્યારે નવીન પટેલ ભૂતકાળમાં કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

વેપારી પાસેથી ધંધો કરવા હપ્તો માંગવા મુદ્દે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન રમણ પટેલ (ઉં.વ. 44) તથા અશોક ઉર્ફે ઈશ્વર રમણ પટેલ (ઉં.વ. 42) (બન્ને રહેવાસી પ્રકાશ ફળિયા, દલવાડા, દમણ)ની તેમના જ વિસ્તારમાંથી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના તા.16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલ તો, પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે.

ત્યારે ભાજપના દાનહ-દમણ-દીવ પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ જિ.પ. ના પ્રમુખ જેવા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિની વેપારી પાસેથી ખંડણી માંગવા મામલે ધરપકડ થતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.