દિલ્હીના શાહીનબાગમાં બુલડોઝર કાર્યવાહીને લઇ લોકોએ કર્યો વિરોધ,રસ્તા પર ઉતરી આવ્યા લોકો.

દિલ્હીના શાહીનબાગ કોર્પોરેશન અને પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી જેમાં ગેરકાયેદસર બાંધકામ દૂર કરવા મોટી સંખ્યા પોલીસ બંદોબસ્ત સવારેથી કાર્યવાહીની શરૂઆત કરાઇ હતી જો કે સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધને લઇ કાર્યાવહી શરૂ થતા પહેલા અટકી ગઇ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાને શાહીન બાગ પહોંચી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે લોક જાતે જ અહીંથી અતિક્રમણ હટાવી રહ્યા છીએ. જ્યાં પણ અતિક્રમણ હશે તે અમે જાતે દૂર કરીશું. તેમના આ નિવેદન પછી લોકો ઘણા કામચલાઉ સેટઅપને જાતે હટાવી રહ્યા છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઈ ટેન્શન વાયરને કારણે મુશ્કેલી થઈ શકે છે, તેથી લોકો જાતે જ અતિક્રમણ હટાવી રહ્યા છે.

લોકોના વિરોધને જોતા દક્ષિણ કોર્પોરેશનને પોલીસ મળી છે. શાહીન બાગમાં સવારે 10.30 વાગ્યા સુધી કાર્યવાહી થવાની કોઈ શક્યતા નહોતી. પોલીસ કર્મચારીઓ પ્રદર્શનકારીઓને હટાવવામાં વ્યસ્ત છે.અને મહિલા પોલીસ કર્મચારીઓએ વિરોધ કરી રહેલી મહિલાઓને હટાવી રહી છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અતિક્રમણ દૂર કરવા બુલડોઝર આગળ વધી રહ્યા છે

બુલડોઝર કાર્યવાહીને લઇ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કહ્યું કે ગરીબો પર બુલડોઝર ચલાવવા દેવામાં આવશે નહીં. આ બુલડોઝરના નામે દિલ્હીની જનતાને ખતમ કરવાની યોજના ઘડવામાં આવી છે. બુલડોઝરની કાર્યવાહી કરીને રાજકીય વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશ કાયદાથી ચાલશે બુલડોઝરથી નહીં. અને અતિક્રમણ હટાવવા માટે પહેલા તેને દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાના ઘરેથી હટાવો. બંધારણના દાયરામાં રહીને પગલાં લેવા જોઈએ. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.