રાજકોટના કિટીપરામાં નાનાભાઈનું ઉપરાણું લઈને ગયેલા મોટાભાઈની હત્યા…

રંગીલા રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે અને કીટીપરામાં પરોઢિયે નાના ભાઈને માર મારનાર શખ્સને સમજાવવા ગયેલા મોટાભાઈ ઉપર આરોપીએ છરીથી હુમલો કરી ઢીમ ઢાળી દેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના ગાયકવાડી વિસ્તારમાં રહેતો જાકીર જુણેજા નજીકમાં આવેલ કીટીપરામાં માતાજીનો માંડવો જોવા ગયો હતો જ્યાં. વિકી પરમાર નામના શખ્સ સાથે અગમ્ય કારણોસર ઝગડો થયો હતો. ઝગડો ઉગ્ર બનતા વિકી પરમારે જાકીરને લાફો ઝીકી દીધો હતો જેની જાણ ઘરે આવીને જાકીરે મોટા ભાઈને કરી હતી. જેથી જાકીરનો મોટો ભાઈ વિકીને સમજાવવા માટે કિટીપરા ગયો હતો. જ્યાં ફરી વિકી અને જાકીરના મોટાભાઈ આસિફને ઉગ્ર બબાલ થઇ હતી.અને જેથી આવેશમાં આવીને વિકીએ જાકીરના ભાઈને છરીના ઉપરાઉપરી ઘા ઝીકી દીધા હતા.

ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત આસિફને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે આસિફને મૃત જાહેર કર્યો હતો અને હત્યાના બનાવની જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને હત્યા અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.