ખંભાળિયા તાલુકાના માંઢા ગામે ભાગેથી જમીન વાવતા એક યુવાન પર માલધારી યુવાને હુમલો કરી માર મારી ઈજા પહોંચાડી

ખંભાળિયા તાલુકાના માંઢા ગામે ભાગેથી જમીન વાવતા એક યુવાન પર માલધારી યુવાને હુમલો કરી માર મારી ઈજા પહોંચાડ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાય છે. યુવાન જે ખેતર ભાગેથી વાગે છે તે ખેતરમાં આરોપીએ પોતાના બકરા ચરાવવા મુક્તા યુવાને ના પાડી હતી જેને લઈને આરોપીએ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. ખંભાળિયા તાલુકા મથક થી 14 કિલોમીટર દૂર આવેલા માન્ઢા ગામે એસઆર કંપનીના કોરીડોર ગેટ પાસે દિલીપભાઈ શાહના ખેતરમાં જુમાભાઈ ખફી નામના યુવાન પર ભુપતભાઈ મેરામણભાઇ રબારી નામના આરોપીએ હુમલો કરી એક લાકડીનો ઘા કરી જમણા હાથની આંગળીમાં ઈજા પહોંચાડી તેમજ ઢીકા પાટોનો મારામારી મુંઢ ઈજા પહોંચાડી હતી ઘવાયેલ જુમાભાઈ ખેડૂત દિલીપભાઈ શાહનું ખેતર ભાગેથી વાવે છે આ ખેતરમાં આરોપીએ પોતાના બકરા ચરાવવા મૂકી દેતા સોમાભાઈ તેઓને સમજાવવા ગયા હતા. જેને લઈને આરોપી ઉસકેરાઈ જઈ અને હુમલો કરી હાથની આંગળીમાં ઈજા પહોચાડી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે ફરિયાદ નોંધી હેડ કોસ્ટેબલ એસ.વી બરારીયાએ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.