મધ્યપ્રદેશના રાજગઢમાં જાનૈયાઓ ઉપર પથ્થરમારો કરનારા શખ્સોના ઘર ઉપર પણ ફેરવાયું બુલડોઝર…

મધ્ય પ્રદેશના રાજગઢમાં ગુરુવારે દલિત દીકરીના લગ્ન પ્રસંગ સમયે જાનૈયા ઉપર તોફાની તત્વોએ પથ્થરમારો કરતા આ તોફાનીઓના ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ આખી ઘટના મંગળવારે બની હતી.અને અન્દાજે 25 જેટલા તોફાની તત્વોએ જાનૈયાઓ ઉપર ત્યારે પથ્થરમારો કર્યો હતો જ્યારે જાન બેન્ડવાજા સાથે મસ્જીદની સામેથી નિકળી.

આ ઘટનામાં ચાર જાનૈયા અને એક બાળકીને ઈજા થઇ હતી. જે અંગે પીડિત પક્ષે જીરાપુર પોલીસ સ્ટેશનમાં તોફાની તત્વો સામે કેસ દાખલ કર્યો હતો અને જયારે આ ઘટનામાં ચાર જાનૈયાઓ અને બાળકીને ઈજા પહોચી હતી.

જીરાપુરના માતાજી વિસ્તારમાં રહેતી મદન માલવિયની દીકરી અંજુની જાન સુસનેરથી આવી હતી. જ્યારે રાતના અંદાજે 11 વાગ્યા આસપાસ જાનૈયાઓ બેન્ડવાજા સાથે મસ્જીદની સામેથી નીકળી રહ્યા હતા અને ત્યારે તોફાની તત્વોએ બેન્ડવાજા બંધ કરવાનું કહ્યું.

ત્યાર બાદ બેન્ડવાજા વાળાઓએ મસ્જીદની સામે બેન્ડ બંધ કરી દીધા હતા. જાનૈયાઓ શિતળા માતાજી મંદિરના ચોકમાં પહોચ્યા ત્યારે ફરી બેન્ડવાજા શરુ કર્યા હતા. બેન્ડવાજા શરુ થતા જ કેટલાક અસામાજિક તત્વો પાછળથી આવ્યા અને ગાળો બોલતા બોલતા ઈંટ અને પથ્થરો ફેંકવા લાગ્યા. જેની જાણકારી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી. જાણકારી મળતા જ જીરાપુર માચલપુર વિસ્તારના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. અને જીરાપુર માચલપુર પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રભાત ગૌડે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડ્યા અને પથ્થરમારો કરનારાઓને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.

આ ઘટનામાં એક યુવકને વધારે ઈજા થતા તેને રાજગઢ રીફર કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને પોલીસે આ ઘટનાને લઈને 8 વ્યક્તિ ઉપર કેસ દાખલ કર્યો છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રભાત ગૌડે જણાવ્યું હતું કે, જાન સુસનેરથી આવી રહી હતી.

રાતના અંદાજે 11 વાગ્યે બેન્ડ વગાડવાને લઈને લઘુમતી કોના અંદાજે 25 જેટલા લોકોએ બેન્ડવાળાઓની સાથો સાથ જાનૈયાઓને પણ મારમાર્યો હતા. જેમાં કેટલાક જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. સરકારે આ તોફાની તત્વો સામે કડક પગલા લીધા છે. દલિત પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે જાનૈયાઓ ઉપર પથ્થરમારો કરનારા લોકોના ગેરકાયદેસર મકાનો ઉપર સરકારે ગુરુવારે બુલડોઝર ફેરવી દીધા હતા અને અત્રે નોંધનીય છે કે, આ આખી ઘટનામાં પોલીસે 8 લોકો સામે કેસ પણ દાખલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.