રાજકોટમાં ફરી એકવાર મહિલા પોલીસ પર ગંભીર આક્ષેપ સામે આવ્યો…

રાજકોટમાં ફરી એકવાર પોલીસ વિવાદમાં આવી છે. મહિલા પોલીસ દ્વારા એક યુવતીને માર માર્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસનું કામ છે કે સેવા, શાંતિ અને સુરક્ષા જળવાય. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ જ્યારે પોલીસ જ પોતાની ફરજનું પાલન ન કરે તો શું કરવું ? આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી.અને યુવતીએ મહિલા પોલીસ દ્વારા અવારનવાર હેરાનગતિ કરાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

રાજકોટમાં મૈત્રી કરારથી રહેતી યુવતીએ મહિલા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીનું કહેવુ છે કે મહિલા પોલીસ દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવે છે. વારંવાર ચોકીએ બોલાવી મૈત્રી કરાર રદ કરવા માટે દબાણ કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલા પોલીસ માનસિક ત્રાસ આપતી હોવાનો પણ આક્ષેપ કર્યો. વળી આટલુ ઓછું હોય તેમ મહિલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે લઇ જઇને માર મારતી હોવાનો પણ આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. મારામારી કરીને કરાર રદ કરાવ્યો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો હતો.અને યુવતીએ એમ પણ જણાવ્યું હતું કે જબરદસ્તી બળાત્કારની ફરિયાદ કરવાનું પણ પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતું હતું.

આ મામલે યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે 17 તારીખે અમેને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવ્યા હતા. પછી 1લી તારીખે મહિલા પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવવાનું કહીને રેખાબેન, સોનલબેન અને કમલેશભાઇએ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે લઇ જઇને અમને માર્યા અને કીધુ કે તમારે મૈત્રી કરાર કેન્સલ કરવો જ પડશે. અમે તમને સાથે નહી રહેવા દઇએ.અને બળજબરી પૂર્વક મૈત્રી કરાર કેન્સલ કરાવ્યો અને મને મારા ઘરના લોકો સાથે મોકલી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.