સુરત માં 71 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટિવ આવતા વાલીઓ માં ફફડાટ મચી જવા પામી છે…

    સુરત માં કોરોના નું સંક્રમણ ઝડપ થી ફેલાઈ રહ્યું છે ત્યારે જુદીજુદી શાળાઓ માં કુલ 71 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા વાલીઓ માં ફફડાટ ફેલાઈ ગયો છે.
    સુરત ની ડી કે ભટરાઘર શાળામાં 2 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા શાળા બંધ કરાઈ છે અને જ્યારે વનિતા વિશ્રામ, સેવન્થ ડે, ઉન્નતિ શાળા, સીટીઝન, જીવન ભારતી, સેંટ જેવીયર્સ, સનરેસ શાળા, પી પી સવાણી, તારા વિધ્યાલય, અગ્રવાલ વિધ્યા વિહાર, ડી પી એસ, મહેશ્વરી, હિલ્સ હાઇ, સંસ્કાર ભારતી, હસ્તાકૂલ વિધ્યાભવન, ભૂલકાં ભવન સ્કૂલ તેમજ એસ વી એન આઈ ટી કોલેજ તથા અન્ય સ્કૂલો

    તથા કોલેજમાં કોરોના આવતા સ્કૂલો તથા કોલેજમાં પાલિકાની ટીમે જે તે વર્ગ બંધ કરાવી દીધા છે. આ તમામ સ્કૂલો તથા કોલેજ મળીને કુલ 759 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.સુરત માં કોરોના ની રફતાર વધી રહી છે અને પાલિકા ના કર્મચારીઓ પણ સંકમિત થઈ રહયા છે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.