સુરતમાં યુવકે બીજા માળે ચઢી મચાવી ભારે ધમાલ, કયું પગે પડે તો જ શાંત થાવ નકર કરી નાખું આ…..

સુરતના કાપોદ્રા માં આવેલ આર બી કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં એક યુવક ચડી ભારે ધમાલ મચાવી હતી. બીજી તરફ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકનું રેસ્ક્યુ કરાયું હતું. જોકે યુવકને નીચે ઉતારવા ની ઘણી બધી આજીજી કરતા સમયે પગે પડે તો શાંત થાઉં, નકર દુનિયાને ભસ્મ કરી નાખીશ તેવો લવારો કરતો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આર બી કોમ્પ્લેક્સ આવેલું છે. અહીં રવિવારની સાંજે યુવક બીજા માળે ચડીએ એસીના કોમ્પ્રેસર પર બેસી ગયો હતો. લોકોએ યુવકને સમજાવી નીચે ઉતરવાની આજીજી કરી હતી. પરંતુ યુવક કહેતો હતો કે પગે પડે તો શાંત થાવ તેઓ લવારો કરતો હતો .જેથી લોકોને યુવક માનસિક બીમાર લાગતા આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.

ત્યાર બાદ કાપોદ્રા પોલીસ અને ફાયર સ્ટેશન ના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.જે રીતે લવારો કરતો હતો તે પ્રમાણે માનસિક બીમાર હોય તેવું લાગતું હતું.જેથી પોલીસ દ્વારા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news