શહર મેં તેરી જીત સે જયાદા ચચાઁ તો મેરી હાર કે હૈં.. મેસેજ થયો વાયરલ..

ગુજરાતના રાજકારણમાં આવેલા પરિવર્તનને ત્રણ દિવસ વીતી ચૂક્યા હોવા છતાં સોશિયલ મીડિયાથી માંડીને ચાની કીટલી માં તેની ચર્ચા હજુ ચાલી રહી છે. નીતિન પટેલ માટે મુખ્યમંત્રી પદ ફરી ફરી વ્હેંત છેટું રહી જતા સોશિયલ મીડિયામાં કેટલા લોકો રમુજી મેસેજ વાયરલ કરી રહ્યાં છે.

બાપા આવ્યાં એેટલે કે કેશુભાઈ પટેલ, બાપુ આવ્યાં એટલે કે શંકરસિહ વાધેલા, બહેન આવ્યાં એેટલે કે આનંદી બેન પટેલ અને હવે તો દાદા પણ આવી ગયાં એટલે કે ભૂપેન્દ્ર પટેલ…. બસ રહી ગયાં તો કાકા એટલે કે નીતિન પટેલ…

મુખ્યમંત્રી બનવા માટે મિનિમમ ઊંચાઇ કેટલા ફૂટ હોવી જોઇએ? આ તો… નીતિનભાઇ વારંવાર રહી જાય છે એટલે પૂછ્યું.

સુરતથી કર્ણાવતના ચાલુ ડબ્બામાં આવતી વખતે હું તો જે તે ડબ્બામાંથી સુરત ઉતરનાર પેસેન્જરને મારો રૃમાલ આપીને બેસવા માટે સીટ મેળવી લેતો. આજે અચાનક જ રસ્તે ચાલતા મને ભેટી ગયેલા નીતિન કાકાને મેં આપેલું જ્ઞાાન.

કડવા તો બેઉ…પણ એકને કડવો ઘૂંટડો પીવાનો, બીજાને મીઠો કોળિયો ભરવાનો! નસિબ આને જ કહેતા હશે? શી ખબર? નસિબ તો ઠીક, રાજકારણમાં તો આવું જ હોય છે.

ઈતના ભી ગુમાન ન કર અપની જીત પર એ બેખબર, શહર મેં તેરી જીત સે જ્યાદા ચર્ચે તો મેરી હાર કે હૈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news