સોનુ સુદના ઘરે ફરી એક વાર ઈન્કમ ટેક્સના દરોડા, આવક વિભાગના અધિકારી સર્વે માટે પહોંચ્યા

બુધવારે અભિનેતા સોનુ સુદ સાથે જોડાયેલા છ ઠેકાણા પર આવક વિભાગે સર્વે કર્યો હતો. હકીકતમાં આ સર્વે દ્વારા આવાક વિભાગ એ જાણવાની કોશિશ કરી રહી છે કે, ક્યાંક બોલિવૂડ અભિનેતા પાસે આવકથી વધારે સંપત્તિ તો નથી ને. હવે આપને જણાવી દઈએ કે, આજે ફરીથી એક્ટરના ઘરે આવક વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા.

આવકવેરા વિભાગે અભિનેતા સોનુ સૂદના ઘરે સર્વે કર્યો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, તેના ઘરમાંથી કોઈ વસ્તુ જપ્ત કરવામાં આવી નથી. આવકવેરા વિભાગની ટીમ બુધવારે સવારથી તેમના ઘરે પહોંચી હતી. આવકવેરા વિભાગની ટીમ સવારથી જ તેના ઘરે સર્વે કરી રહી છે. જોકે, ટીમે હજુ સુધી કોઈ જપ્તી કરી નથી. આવકવેરા વિભાગે માત્ર તેમના ઘરે જ નહીં પરંતુ, સોનુ સૂદને લગતા 6 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના સમયગાળા દરમિયાન, સોનુ સૂદ ગરીબો માટે મસીહા બની ગયો હતો. તેમણે સ્થળાંતર કરનારા હજારો જરૂરિયાતમંદોને મદદ કરી હતી. એટલું જ નહીં, ભોજન અને ઘરે જવા સુધી તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, જ્યારે દર્દીઓ માટે હોસ્પિટલ અને ઓક્સિજન જેવી આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત હતી ત્યારે પણ તેઓએ લોકોને ખૂબ ઉત્સાહથી મદદ કરી. તે હજુ પણ લોકોને વિવિધ રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. જેના કારણે તેની બધે પ્રશંસા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news