ભારતએ પોતાની રણનીતિમાં કર્યો મોટો બદલાવ, દેશની આ તૈયારી જોઇ દુશ્મન દેશોની ઊંઘ હરામ.

ભારતે હવે પોતાની રણનીતિમાં મોટો બદલાવ કર્યો છે. વાત એમ છે કે, ભારતીય સેનાને હંમેશા બે મોરચે તૈયાર રહેવું પડે છે. પાકિસ્તાને ખુલ્લેઆમ ભારતને દુશ્મન માની લીધું છે, જ્યારે ભારત સાથે સૌથી લાંબી સરહદ ધરાવતું ચીન પણ અલગ અલગ કાવતરાઓ કરતું રહે છે. આ જ કારણ છે કે, ભારતે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કરવો પડ્યો છે. સરહદ પરની પરિસ્થિતિને જોતા ભારત હવે લાંબા અંતરના શસ્ત્રો વિકસાવવા પર વિશેષ ભાર મૂકીને તેની પરમાણુ ક્ષમતામાં વધારો કરી રહ્યું છે.

સ્વીડનમાં થિંક ટેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન તેમના પરમાણુ શસ્ત્રાગારને વિસ્તારી રહ્યા હોય તેવું લાગે છે અને બંને દેશોએ 2022માં પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ નવી પ્રણાલીઓ વિકસાવી છે, જે આગળ પણ ચાલુ છે. આ જ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનું મુખ્ય ધ્યાન ભારતના પરમાણુ હથિયારો પર જ છે, જ્યારે ભારત લાંબા અંતરના શસ્ત્રો વિકસાવવામાં પણ વ્યસ્ત છે, જે ચીનની અંદર ઊંડે સુધી લક્ષ્યોના પડકાર આપવામાં સક્ષમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.