ઓસ્ટ્રેલિયાએ રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી વન-ડેમાં ભારતને 51 રનથી પરાજય આપ્યો છે અને આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની વન-ડે સીરિઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે અને ભારતીય ટીમ વન-ડે સીરિઝથી પણ હારી ગઈ છે. સ્ટીવ સ્મિથને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ પસંદ કરી નિર્ધારિત 50 ઓવરમાં ચાર વિકેટના નુંકસાન પર 289 રન બનાવ્યા, 390 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુંકસાન પર 338 રન જ બનાવી શકી.
ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 87 બોલમાં 89 રન બનાવ્યા. આ સિવાય લોકેશ રાહુલે 4 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા પરંતુ તેઓ ભારતને જીતાડી શક્યા નહી.
ઓસ્ટ્રેલિયા તરફથી પેંટ કમિંસે 3, એડમ જમ્પા અને જોશ હેજલવુડે 2-2 વિકેટ ઝડપી જ્યારે હેનરિક્સ અને મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી. વોર્નરે 77 બોલમાં 83 રન બનાવ્યા. કિંચે 60 રન બનાવ્યા. સ્ટિવ સ્મિથે સીરિઝમાં સતત બીજી સદી ફટકારીતા 64 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા.
આ સિવાય મોર્નસ લાબુશૈને 61 બોલમાં 70 રન, ગ્લેન મેક્સવેલે 29 બોલમાં અણનમ 63 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.
https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news
Related Posts