યુવતી સાથે અમાનવીય વર્તન , 17 લોકો સામે થઈ કાર્યવાહી

હારીજ (HARIJ ) માં યુવતી (YOUNG LADY) સાથે અમાનવીય વ્યવહાર (INHUMANE TREATMENT) નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે (POLICE) વીડિયોના (VIDEO) આધારે ૧૭ લોકો પર કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટના એક પ્રેમપ્રકરણ (LOVE AFFAIR) હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર ભોગ બનેલી યુવતીને પણ પોલીસ સુધી લેવાય છે. તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. યુવતીની ઉંમર ની તપાસ ને લઈને પણ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. મળતી માહિતી અનુસાર પ્રેમ પ્રકરણ મુદ્દે યુવતીને સમાજના બંધારણ ના અનુસાર સજા આપવામાં આવી હોવાનું પણ અનુમાન છે.

આ સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જે બંધારણ મુજબ સજા આપવામાં આવી તે કાયદા અને કાનૂન વિરુદ્ધ છે. હવે યુવતીને કાયદા મુજબ તમામ મદદ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી રહી છે.

પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું. માથે મુંડન કરવા માં આવ્યું છે. ઘટનામાં હારીજની વાદી વસાહતમાં રહેતી એક યુવતીને પ્રેમ થઈ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેને સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગી જવાનો નિર્ણય કર્યો હતો.

યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી. પરંતુ યુવતીના આ પગલાની જાણ થતાં યુવતીને પકડી વસાહતમાં લાવવામાં આવી હતી. યુવતીએ વાદી સમાજના બંધારણો ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજ ની દીકરી ને એવી સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

જેમાં માથે ટકો કરી વસાહતમાં ફેરવવામાં આવી હતી. તાજેતરમાં યુવતીને આપવામાં આવેલી તાલિબાની સજા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.