આઈપીએલથી હટાવાશે સોફ્ટ સિગ્નલ,ટી-20 સીરિઝમાં થયો હતો વિવાદ

આ વર્ષે IPL 9 એપ્રિલથી રમાવવાની છે. આ સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આઈપીએલ 2021ના શરૂ થતાં પહેલાં એક મોટો નિર્ણય લીધો છે. BCCIએ નિર્ણય લીધો છે કે આ વર્ષે આઈપીએલમાં સોફ્ટ સિગ્નલ નિયમને હટાવી દેવાશે.

જ્યારે પણ મેદાન પર હાજર અમ્પાયર કોઈ કેચની સલાહ લેવા માટે થર્ડ અમ્પાયરની તરફ ઈશારો કરે છે તેને એ સમયે એક સોફ્ટ સિગ્નલ(Soft signal) લેવાનું રહે છે. તમારો નિર્ણય જણાવ્યા બાદ મેદાની અમ્પાયરે નક્કી કરવાનું રહે છે કે તે ખોટું નથી

બીસીસીઆઈએ નક્કી કર્યું છે કે થર્ડ અમ્પાયરની પાસે નિર્ણય રેફર કરતા પહેલા મેદાની અમ્પાયર સોફ્ટ સિગ્નલ નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે થર્ડ અમ્પાયરના નો-બોલ અને શોર્ટ રનના નિર્ણયને પણ બદલી શકાશે.

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચેની ટી-20 સીરિઝના ચોથા તબક્કામાં સૂર્યકુમાર યાદવના બાઉન્ડ્રીની પાસે એક કેચ ડેવિડ મલાને પકડ્યો હતો. નિર્ણય થર્ડ અમ્પાયરની પાસે ગયો અને પહેલા મેદાની અમ્પાયરે સોફ્ટ સિગ્નલમાં તેને આઉટ આપ્યો હતો. રીપ્લેમાં દેખાયું કે બોલ જમીન પર અડી રહ્યો હતો પણ છતાં થર્ડ અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news