જમ્મુ કશ્મીરના નગરોટામાં ચાર આંતકવાદી ઠાર: ટ્રકમાં છૂપાઇને જતા હતા, વિપુલ વિસ્ફોટકો પકડાયા

જમ્મુ કશ્મીરના નગરોટા વિસ્તારમાં આતંકવાદીઓની હેરફેર થવાની બાતમી પરથી નગરોટામાં સીમાડે સિક્યોરિટી દળો તહેનાત હતા. આવતા જતા વાહનોની તલાશી લેવાતી હતી ત્યારે એક ટ્રકમાં છૂપાઇને જઇ રહેલા આતંકવાદીઓ ઝડપાયા હતા. જો કે આતંકવાદીઓએ છટકી જવા માટે સિક્યોરીટી પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. સિક્યોરિટી દળોએ વળતો ગોળીબાર કરીને ચાર પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને ટ્રકમાંથી વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો કબજે ક ર્યા હતા.

બીજા કેટલાક આતંકવાદીઓ નજીકના જંગલમાં છૂપાયા હોવાની બાતમી હોવાથી સિક્યોરિટી દળોએ તરત જંગલમાં તલાશી સરૂ કરી હતી અને એ દરમિયાન અગમચેતી રૂપે જમ્મુ કશ્મીર હાઇવે ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો.

આ ઘટના આજે સવારે પાંચ વાગ્યે બની હતી. આતંકવાદીઓમાંના કેટલાક અંધારાનો લાભ લઇને જંગલ તરફ નાસી છૂટ્યા હોવાનું સિક્યોરિટીના ધ્યાનમાં આવ્યું હતું.

આતંકવાદીઓ ટ્રકમાં આવવાના હોવાની બાતમી હોવાથી હાઇવેના નાકા પર સિક્યોરિટી દળો તહેનાત હતા. દરેક વાહનની તલાશી લેવાતી હતી. એ ધ્યાનમાં આવતાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર શરૂ કર્યા હતા અને ટ્રકમાંથી કદી પડીને નાસી છૂટવાના પ્રયાસો પણ કર્યા હતા. આતંકવાદીઓ સામે વળતા ગોળીબાર કરીને સિક્યોરિટીએ ચાર આતંકવાદીને ઠાર કર્યા હતા અને બીજાની તલાશી ચાલુ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news