જાણો ચીનમાં કઈ ભારતીય વસ્તુની માંગ છે સૌથી વધુ, એડવાન્સ આપીને મંગાવે છે ચીનના લોકો

ચીન ની ઈલેક્ટ્રોનિક આઈટમ હોય કે પછી અન્ય સામાન, સસ્તા થવાના કારણે ભારતીયો પર તેનો જાદૂ છવાયેલો હોય છે. પરંતુ જ્યારે વાત ભારતીય સી-ફૂડ ની આવે તો ચીની લોકો તેના દીવાના થઈ જાય છે. સ્થિતિ એવી છે કે દુનિયામાં એકમાત્ર ચીન એવો દેશ છે કે જે એડવાન્સ પૈસા આપીને તે મંગાવે છે. અત્રે જણાવવાનું કે ચીનની નાપાક હરકતોના પગલે ભારતમાં ચીનના ઉત્પાદનોના બહિષ્કાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યાં છે. જ્યારે ચીન એવી ડંફાશો માર્યા કરે છે કે તેને તેની કોઈ અસર નહીં પડે.

ચીની લોકોને ભારતનું સી ફૂડ એટલું બધુ ભાવે છે કે તેઓ તેની પાછળ પાગલ છે. ભારતની સમુદ્રી ઝીંગા માછલી અને કેટલાક અન્ય સમુદ્રી ખાદ્ય પદાર્થો (સી ફૂડ) ચીનીઓને ખુબ પસંદ છે. એટલું બધુ પસંદ છે કે તેઓ તેના માટે 30 ટકા એડવાન્સ પણ આપી દે છે અને જેવો માલ ત્યાં પહોંચી જાય છે કે 100 ટકા પેમેન્ટ પણ થઈ જાય છે. આ જ કારણ છે કે હાલ ભારતથી સી ફૂડ સૌથી વધુ નિકાસ ચીનને જ થાય છે.

વોલ્યુમ પ્રમાણે જોઈએ તો ગત એક વર્ષમાં ચીનને મોકલવામાં આવનારા સી ફૂડની માત્રામાં 46.10 ટકાનો વધારો થયો છે. વર્ષ 2018-19 દરમિયાન ચીનને અમે 2,25,519 ટન સી ફૂડ મોકલ્યું હતું. જે આ વર્ષે વધીને 3,29,497 ટન પર પહોંચી ગયું. જેમાંથી મોટાભાગનું  Frozen Shrimps છે. જેના ભાવ વધારે મળે છે. જો ડોલર પ્રમાણે જોઈએ તો ગત એક વર્ષમાં ચીનને નિકાસમાં 69.47 ટકાનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news