જાણો શું છે ડીડીટી? તેના હટાવ્યા બાદ સરકારનું રાજસ્વ 25,000 કરોડ સુધી ઓછૂ થશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ દેશના સામાન્ય બજેટ 2020ને રજૂ કર્યું. આ બજેટમાં કોર્પોરેટ સેક્ટર માટે ગણી જાહેરાતો કરવામાં આવી છે. આ અંતર્ગત ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સ વિતરણ કર (ડીડીટી)ને હટવી લેવામાં આવ્યુ છે. ડીડીટીના હટાવ્યા બાદ સરકારનું રાજસ્વ 25,000 કરોડ સુધી ઓછૂ થઇ જશે. આવામાં સવાલ તે થાય છે કે, આખરે ડીડીટી શું છે અને આથી સરકારને કેવી રીતે નુક્સાન થશે

ખરેખ ડીવિડેંડ તે રકમ છે, જે કંપની નફો થતા પોતાના શેર ધારકોને આપે છે. વર્તમાનમાં કંપની તરફથી શેર ધારકોને મળનારા ડિવિડન્ડ (નફો) પર 15 ટકાના દરે ડિવિડેંટ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સ લાગે છે. આ સિવાય આ ટેક્સ પર સેસ અને સરચાર્ઝ પણ લાગે છે.

ઘરેલૂ કંપનીઓને ડીડીટી, પોતાના ફાયદા પર ટેક્સ ભરવા છતા આપવો પડે છે. એક તરફથી ડીડીટી કંપનીઓ માટે ડબલ બોઝ માફક હોય છે. જોકે, બજેટમાં સરકારે ભારણને ખતમ કરી નાંખ્યુ છે. ત્યાં જ હવે આ ટેક્સ, નફો રળનારા ટેક્સ ધારક પર પણ લાગશે. જાહેર છે કે, સરકારે કંપનીઓને રાહત આપી છે તો શેર હોલ્ડર્સ માટે પડકાર યથાવત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news