ઝારખંડમાં મધરાતે આશ્રમમાં ઘુસીને પાંચ નરાધમોએ સાધ્વી પર કર્યો બળાત્કાર

ઝારખંડમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં આશ્રમમાં ઘુસેલા પાંચ હથિયારધારી લોકોએ એક સાધ્વી પર ગેંગરેપ કર્યો હતો.

આ ઘટના બાદ આ વિસ્તારમાં ભારે રોષની લાગણી છે અને સ્થિતિ સ્ફોટક બનેલી છે.સોમવારે રાતે મહર્ષિ મેહી આશ્રમમાં પાંચ લોકો રાતે લગભગ બાર વાગ્યાની આસપાસ દિવાલ કુદીને અંદર ઘુસ્યા હતા.તેમણે સાધ્વીઓ સાથે મારપીટ કરી હતી અને પછી તમામને અલગ અલગ રુમમાં પૂરી દીધા હતા.આ પૈકી એક સાધ્વી પર આ પાંચ વ્યક્તિઓએ ગેંગરેપ કર્યો હતો.

આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે શરુ કરેલી તપાસમાં એક વ્યક્તિની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.તમામ એંગલની પોલીસ તપાસ કરી રહી છે.ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવાશે.આ કૃત્યમાં સંડોવાયેલા લોકોને પકડવા માટે ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news