ઝારખંડ: ક્વોરન્ટાઇન સેન્ટરમાં અય્યાશીનો અડ્ડો, જમાતીઓએ 3 મહિલાને ગર્ભવતી બનાવી

ઝારખંડની રાજધાની રાંચીમાં તબલિગી જમાતના લોકો વિશે એક ચોંકાવનારી વાત જાણવા મળી હતી. ક્વોરન્ટાઇન સેન્ટરને તબલિગી જમાતના લોકોએ અય્યાશીનો અડ્ડો બનાવી દીધો હતો પરિણામે ત્રણ તબલિગી મહિલા ગર્ભવતી થઇ હતી. ત્રણે મહિલા વિદેશી છે. આ ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક વહીવટી તંત્ર ચોંકી ઊઠ્યું હતું.

સરકારી દલીલ એેવી છે કે ક્વોરન્ટાઇન સેન્ટરમાં આ લોકોને રાખવાનુ કારણ જ એ હતું કે સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે. જો ત્રણ વિદેશી મહિલા પ્રેગનન્ટ થઇ હોય તો એનો અર્થ એ કે આ લોકોએ સોશ્યલ ડિસ્ટીન્સીંગનો ભંગ કર્યો હતો. હવે રાંચી જિલ્લા ઉપાયુક્તે આ આખી ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે એક અતિરિક્ત કલેક્ટરને આ ઘટનાની તપાસ કરવાની જવાબદારી સોંપી હતી. આ અતિરિક્ત કલેક્ટર ક્વોરન્ટાઇન સેન્ટરના સંચાલકને પૂછપરછ કરશે કે કયા સંજોગોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ થયો હતો.

દરમિયાન ઝારખંડ હાઇકોર્ટના વરિષ્ઠ વકીલોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ક્વોરન્ટાઇન દરમિયાન મહિલાઓ ગર્ભવતી થઇ હોય તો એ લોકોએ મહામારી રોગ અધિનિયમ 2020નો ભંગ કર્યો છે એટલે તેમની સામે અધિનિયમની કલમ 2 (3) હેઠળ ક્રીમીનલ કેસ થઇ શકે છે. એ જ રીતે ક્વોરન્ટાઇન સેન્ટરના સંચાલક સામે પણ બેદરકારી દાખવવાનો કેસ કરવામાં આવશે.

અત્રે એ યાદ કરવા જેવું છે કે વીઝાના નિયમોનો ભંગ કરવા બદલ અને લૉકડાઉનના નિયમોનું પાલન નહીં કરવા બદલે રાંચીમાં 17 વિદેશી તબલિગી જમાતીઓ સામે કાયદેસર કામ ચલાવાયું હતું. એ લોકોની ધરપકડ કરીને એ લોકોને ખેલગાંવ ક્વોરન્ટાઇન સેન્ટરમાં ધકેલી દેવાયા હતા. આ બધા 30મી માર્ચથી ક્વોરન્ટાઇન સેન્ટરમાં હતા. ત્યાંથી 20મી મેએ એ બધાને બીરસા મુંડા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઝારખંડ હાઇકોર્ટે એે લોકોના જામીન મંજૂર કર્યા અને એે લોકો સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે ખબર પડી કે ત્રણ વિદેશી મહિલાઓ ગર્ભવતી હતી.

જેલની બહાર આવ્યા બાદ આ સત્તરે સત્તર તબલિગી જમાતીઓ હજુ રાંચીમાં છે. એમાંના નવ પુરુષો એક મકાનમાં સાથે રહે છે જ્યારે ચાર દંપતીઓ અન્ય સ્થળે રહે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news