જો શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણ, તો કરાવી લો શુગર ટેસ્ટ!

જ્યારે શરીરમાં શુગરનું લેવલ વધવા લાગે છે ત્યારે આપણું શરીર આપણને અલગ-અલગ રીતે નોટિસ કરાવે છે. જો આપણે યોગ્ય સમયે પોતાની પરિસ્થિતિમાં સુધારો કરી લઇએ તો ભયાનક બીમારીથી બચી શકાય છે.

ખૂબ જ વધારે ભૂખ અને તરસ લાગવી

– શરીરમાં શુગર વધવાની પરિસ્થિતિમાં આપણું બોડી વધુ પ્રમાણમાં ગ્લૂકોઝનું ઉત્પાદન અને ઉપયોગ કરવા લાગે છે. તેના માટે શરીરની કોશિકાઓમાંથી પાણી શોષી લેવામાં આવે છે અને ગ્લૂકોઝના ઉત્પાદનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

– આ ગ્લૂકોઝ જઇને બ્લડમાં મળી જાય છે ત્યારે શરીરને ફરીથી ગ્લૂકોઝની જરૂર હોય છે અને તેઓ ફરીથી કોશિકાઓમાંથી પાણી લે છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. આ કારણ શુગર વધવાની પરિસ્થિતિ ભૂખ અને તરસ બંને વધુ લાગે છે.

વારંવાર પેશાબ આવવી 

– વધુ તરસ લાગવા પર વારંવાર પાણી પીવુ પડે છે. ત્યારબાદ શરીરની અંદર ગ્લૂકોઝની પરિસ્થિતિમાં જે વધુ લિક્વિડ હોય છે, તેને ગાળવા માટે કિડની સતત મહેનર કરતી રહે છે. આ કારણે થોડીક-થોડીક વારમાં યૂરિન આવતું રહે છે. આ સાથે જ કિડની પર પણ ખરાબ અસર પડે છે.

થાકનો અનુભવ થવો

– કોઇ પણ વ્યક્તિને થાક કોઇને કોઇ કારણોસર લાગી શકે છે. પરંતુ આ થાક પણ શુગર વધવાનો એક સંકેત હોય છે. જો તમારી દિનચર્યા સામાન્ય છે અને તમે ખૂબ જ વધુ શારીરિક અથવા માનસિક કાર્ય નથી કરી રહ્યા અને તેમછતાં પણ થાકનો અનુભવ થાય છે તો તમારે પોતાના શુગર પર ધ્યાન આપવું જોઇએ.

વારંવાર યીસ્ટ ઇન્ફેક્શન થવું

– જે લોકોના શરીરમાં શુગર વધી રહી હોય છે તેમાં યીસ્ટ ઇન્ફેક્શન પણ ખૂબ જ ઝડપથી થાય છે. જો કોઇની પણ સાથે આ પ્રકારની પરિસ્થિતિ બને છે તો તેણે અન્ય જરૂરી ટેસ્ટ સાથે જ પોતાનું શુગર ટેસ્ટ કરાવી લેવું જોઇએ.

– કારણ કે વધતા શુગર લેવલ દરમિયાન શરીરમાં જે પ્રકારની પરિસ્થિતિઓ બને છે તે યીસ્ટ માટે ખૂબ જ સપૉર્ટિવ હોય છે. એવું નથી કે યીસ્ટ ઇંફેક્શન માત્ર મહિલાઓમાં થાય છે. શુગરની પરિસ્થિતિમાં આ પરેશાની પુરુષોમાં પણ થઇ શકે છે. જો કે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ સમસ્યા સામાન્ય છે.

ખાસ પુરુષોમાં થાય છે આ સમસ્યા 

– શરીરમાં શુગરનું પ્રમાણ વધવા પર પુરુષોમાં જે સમસ્યાઓ જોવા મળે છે તેમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન ખૂબ જ સામાન્ય સમસ્યા છે. કારણ કે વધતાં શુગરના કારણે લોહીની ધમનિઓ અને નર્વ્સને ભારે નુકશાન થાય છે. જો તમે એવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ડૉક્ટર સાથે વાત કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news