જૂનાગઢના ખેડૂત વલ્લભભાઈ, સૌથી વધું બીટા કેરોટીન ધરાવતાં ગાજરની કરે છે ખેતી, 10રાજ્યો ઉગાડે છે તેના ગાજર

જૂનાગઢના ખામધ્રોળ ગામના ખેડૂત અરવિંદભાઈ વલ્લભભાઇ મારવણીયા વંશ પરંપરાગત રીતે મીઠા મધુરા અને સૌથી વધું બીટા કેરોટીન ધરાવતાં ગાજરની ખેતી કરે છે. જે દેશની શ્રેષ્ઠ જાત બની ગઈ છે. હવે તેનું બિયારણ 10 રાજ્યો સુધી પહોંચી ગયું છે.તેમણે 10 – 11 હજાર કિલો ગાજરનું બી દેશભરમાં મોકલાવેલું છે.

મધુવન ગાજરનું બીજ શુદ્ધ દેશી છે. બીજા ગાજર મોટાભાગે હાઈબ્રિડ હોય છે.  ગુજરાત કરતાં પણ સારું ઉત્પાદન બીજા રાજ્યોના ખેડૂતોએ લીધું છે.બીજા ગાજરને 10 પિયત જોઈએ પણ આ ગાજરને 6 પિયતની જરૂર પડે છે. આમ પાણીની અને સાથે ખર્ચ ઓછો થાય છે.

વલ્લભભાઈ 1943 થી ગાજરની ખેતી કરતાં હતા, 98 વર્ષે તેમનું અવસાન બે મહિના પહેલા થયું છે. વલ્લભભાઈ મારવણીયા 1943થી નિયમિત ગાજરની ખેતી કરી રહ્યા હતા.

જમીન જેટલી ઉંડી ખેડ કરીને પોચી કરેલી હોય તેટલી ઊંડાઈની લંબાઈનું ગાજર પેદા થાય છે. ગુણવત્તા સારી આવે છે. બજારમાં ભાવમાં 40થી 50 ટકાવો ફાયદો મળે છે.ભારતમાં ગાજરની જેટલી પણ જાતો છે, તેમાં સૌથી વધારે બીટા કેરોટીન આયર્ન  અને સુગર આ જાતમાં મળે છે.

અરવિંદભાઈના પરદાદાને કોઈએ ગાજરનું બી આપેલું હતું. જેમા એક ગાજરમાંથી 2કે 4 ગાજર જોઈ જઈને થતાં હતા. જેને બેવડા કે ત્રેવડા કહાવામાં આવતાં હતા. તેને જમીનમાંથી કાઢવામાં મુશ્કેલ હતા. તેથી દાદાએ તેના કારણો શોધવાનું શરૂ કર્યું તેમાં માદા ગાજરને તેઓ ઓળખી કાઢીને અલગ કરવા લાગ્યા હતા. જેમાંથી આ દેશી શુદ્ધ બિયારણ મળી આવ્યું હતું. મોટીમારડ ગામમાંથી આ બિયારણે લાવ્યા હોઈ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news