જ્યોતિષીઓએ કરેલી આગાહી: આગામી એક મહિનામાં કોરોના વાઈરસના વળતા પાણી શરૂ

– ઉચ્ચના સૂર્યથી રચાયો ચાર ગ્રહોનો બળવાન યોગ કોરોનાને નષ્ટ કરશે

કોરોના વાઈરસનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે અને તેનામાંથી ક્યારે મુક્ત થવાશે તે સવાલ દરેકને સતાવી રહ્યો છે. જ્યોતિષીઓના મતે આગામી એક મહિનામાં કોરોના વાઈરસના વળતા પાણી શરૂ થઈ જશે અને ફરી જનજીવન સામાન્ય બનતું દેખાશે.

જ્યોતિષશાસ્ત્રીઓના મતે કોરોનાવાઈરસ સામે જીત મેળવવાનો સમય હવે શરૂ થઈ ચૂક્યો છે. જે પ્રકારે 26 ડિસેમ્બરના મોટા સૂર્ય ગ્રહણ બાદ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં મકર અને કુંભ રાશિમાં સૂર્ય નબળો હતો માટે સૂર્ય ઉર્જાની ડેફિશિયન્સીથી ચીનથી શરૂ થઈ કોરોના વાઈરસ એ દુનિયા સહિત ભારત દેશમાં આતંક મચાવ્યો છે પરંતુ દુનિયાના અમેરિકા, ઇટાલી, સ્પેન જેવા દેશોની સરખામણીએ ભારતમાં સૂર્ય દેવની કૃપાથી ખૂબ જ ઓછો ફેલાયો છે. તેમ છતાં દેશમાં દહેશત માહોલ બની ગયો છે.

પરંતુ હવે ડરવાની જરૂર નથી કારણ હવે 14મી એપ્રિલથી ગ્રહોના રાજા સૂર્યએ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પરીભ્રમણ શરૂ કરી દીધું છે અને 14મી મે સુધી સૂર્ય બળવાન બની ભ્રમણ કરવાનો છે અને સાથે ગોચરમાં મકર રાશિમાં બ્રાહ્મણ કરી રહે ઉચ્ચના મંગળ સ્વગૃહી શનિ અને નીચભંગ રાજ યોગી ગુરૂ સાથે કેન્દ્ર યોગ રચી બળવાન શુભ યોગ રચે છે જેથી જ્યોતિષ શાસ્ત્રના સૂત્ર ” યોગ કર્તા દોષ મૂકતા” ના ન્યાયે આપણને ચોક્કસ કોરોના દોષમાંથી મુક્તિ અપાવશે.

જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, “શાસ્ત્ર અનુસાર સૂર્યને જીવનદાતા ગ્રહ ગણેલ છે. મંગળને લોહીનો કારક ગ્રહ ગણવામાં આવે છે. શનિને વાયુતત્ત્વ અને માસ મજ્જાનું આધિપતિ ગણાયો છે અને ગુરૂને સમગ્ર રીતે કલ્યાણ કરવાવાળો ગ્રહ ગણ્યો છે. આમ ચારે ગ્રહોનો શુભ યોગ આ મહામારીમાંથી રસ્તો કાઢી માનવજાતને ઉગારશે.

અત્યારથી જ આપણે અનુભવીએ છીએ કે ભારતના મહત્તમ ભાગમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી ગયું છે. આમ સૂર્ય ઉચ્ચ બની ભારતની ભૂમિને એટલી તપ્ત કરી દેશે અને મંગળ, ગુરૂ અને શનિના પ્રભાવથી કે ધીમે ધીમે કોરોનાવાયરસ ખતમ થઇ જશે અને તે ફેલાતો અટકી જશે સાથે જ આવનાર સમયમાં લોકો કુદરતી મળતી સૂર્ય ઉર્જાને કારણે જલ્દીથી સાજા થશે અને સામે કોરોના વાયરસ નષ્ટ થતો જશે કારણ કોરોના વાઈરસનું બંધારણ 40 ડિગ્રી ઉપરના સૂર્યના તાપની સામે ટકી શકે નહીં અને નષ્ટ થતું જાય અને સામે સૂર્યદેવના આજ ઉર્જા અને ગરમીના તાપથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ કુદરતી સ્વરૂપે ખૂબ જ વધી જશે.

આમ ચોક્કસ એવું કહી શકાય કે જુનો જે લોકોને ચેપ લાગ્યો હોય અને જેનું પરીક્ષણ નથી થયું અને આવનાર સમયમાં સરકાર તરફથી વધુ પરીક્ષણ થતાં આંકડા વધતા દેખાય પરંતુ કોરોના વાઈરસનું નષ્ટ થવાનું અને ફેલાવવાનું રોકાવાની શરૂઆત થઇ ચૂકી છે.

હવે જરા પણ ગભરાવાની જરૂરિયાત નથી. આવનાર એક મહિનામાં જ આપણને કોરોના વાઈરસ હાર તો દેખાશે અને ફરી જનજીવન સામાન્ય બનતું દેખાશે.

આમ એકંદરે ભારત સહિત સમગ્ર દુનિયા પર આ ચાર ગ્રહોની અસર જેમ જેમ પડતી જશે. તેમ સમગ્ર દુનિયા કોરોનાના સકંજામાંથી બહાર આવી જશે અને ફરી વાતાવરણ અને જન જીવન સામાન્ય બનતું જશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news