કમલ હાસનની ‘વિક્રમ’એ રેકોર્ડ તોડ્યો,રજનીકાંતને પણ પાછળ છોડી દીધા જાણો પહેલા દિવસની કમાણી….

કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ 3 જૂને એટલે કે ગઈકાલે થિયેટરમાં રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની સાથે જ અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અદિવી શેષની ‘મેજર’ પણ રીલિઝ થઈ છે. કમલ હાસનની વિક્રમની વાત કરીએ તો આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં કમલ હાસન અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. કમલ હાસને બોલિવૂડમાં 4 વર્ષ બાદ એન્ટ્રી કરી છે. આ સાથે ફિલ્મને લઈને ફેન્સનો ક્રેઝ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.અને આ ફિલ્મે પહેલા દિવસે ધૂમ મચાવી છે તો કલેક્શનમાં પણ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે.

વિક્રમે રજનીકાંતની ફિલ્મ અન્નાત્થેને પાછળ છોડી દીધા છે. વિક્રમના મોર્નિગથી લઈને સાંજ સુધીના તમામ શો હાઉસફૂલ રહ્યા છે. ફિલ્મ 90 ટકા સુધી સ્ક્રીન સેલ કરવામાં સફળ રહી છે. ફક્ત તમિલનાડુના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે લગભગ 20-30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પહેલા દિવસે વિક્રમે લગભગ 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ રીલિઝ પહેલા જ ફિલ્મની કમાણી શરૂ થઈ હતી. ફિલ્મને લઈને લોકોએ પ્રી બુકિંગ પણ કરાવી રાખ્યું છે. પ્રી બુકિંગના બજેટની વાત કરીએ તો આ આંકડો 10.70 કરોડ રૂપિયા સુધીનો છે. ફિલ્મ ઓનલાઈન એટલે કે ઓટીટી પ્લેટફોર્મ પર પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને લઈને લોકોમાં ક્રેઝ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ફેન્સ સતત ટ્વિટ પર ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.