કંગનાની ફિલ્મ’થલાઈવી’ ફલોપ જતા વિતરકે માગ્યા પૈસા પરત, મોકલવામાં આવી લિગલ નોટિસ..

કંગના રણૌતની ફિલ્મ ‘થલાઈવી’ નિષ્ફળ ગયાના આશરે દોઢ વર્ષ બાદ હવે ડિસ્ટ્રિબ્યૂટરે છ કરોડ રુપિયા પાછા માગ્યા છે અને કંગનાની ‘થલાઇવી’ ફિલ્મ સપ્ટેમ્બરના ૨૦૨૧ના રોજ રિલીઝ થઇ હતી. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા તરીકે કંગનાની એક્ટિંગના વખાણ થયાં હતાં પરંતુ ફિલ્મ ટિકિટબારી પર માંડ બે કરોડ કમાઈ શકી હતી.

ડિસ્ટ્રીબ્યૂશન કંપનીએ આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂશન રાઇટસ માટે ૬ કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ આ કમાણી આટલું કલેકશન કરી શકી નહોતી. હવે ડિસ્ટ્રિબ્યૂશન કંપની દ્વારા નિર્માતાઓને છ કરોડ પાછા આપી દેવા નોટિસ ફટકારવામાં આવી છે અને જો પૈસા નહીં મળે તો કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે.

થલાઇવી ‘૧૦૦ કરોડ રૂપિયામાં બની હતી અને તેને બે કરોડની પણ કમાણી નહીં થતાં કંગના ભારે છંછેડાઈ હતી અને તેણે ત્યારે બોલીવૂડના અન્ય સર્જકો તથા કલાકારો પર ભારે પ્રહારો કર્યા હતા.

કંગનાના આગામી પ્રોજેકટની વાત કરીએ તો તે ઈન્દિરા ગાંધીની બાયોપિક “ઈમરજન્સી”માં પૂર્વ વડાપ્રધાનનો રોલ કરતી જોવા મળશે અને જેમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, સ્વ.સતિષ કૌશિક અને ભૂમિકા ચાવલા સહિતના કલાકારો જોવા મળશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.