કંગના રનૌત ફરી વિવાદમાં ફસાઈ,યુઝર્સ કંગનાને કેમ કરી રહ્યાં છે ટ્રોલ…જાણો

કંગના રાનૌત સોમવારે પાલી હિલ સ્થિત તેની ઓફિસ પહોંચી હતી અને રિનોવેશનના કામ વિશે પૂછપરછ કરી હતી. ઓફિસમાં ચાલી રહેલાં કામનું નિરીક્ષણ કરતાં કંગનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ દરમિયાન તેણે માસ્ક પહેર્યો ન હતો.

કંગના રાનૌત સોમવારે મુંબઈમાં સ્પોટ થઈ હતી. હકીકતમાં તે તેની પાલી હિલ સ્થિત ઓફિસનું કામ જોવા પહોંચી હતી. તેની ઓફિસનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે બીએમસીએ કંગના રાનૌતની ઓફિસને ગેરકાયદેસર ગણાવી તોડફોડ કરી હતી.

કંગના રાનૌતે માસ્ક ન પહેરવા પર એક યુઝરે લખ્યું કે, ‘તેની ધરપકડ કરો, તે માસ્ક વિના ફરતી હોય છે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘આ મહિલા ક્યારેય માસ્ક કેમ નથી પહેરતી. માસ્ક નહીં પણ સનગ્લાસ પહેરવાનું યાદ છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, કંગના ‘થલાઈવી’માં જોવા મળશે. આ ફિલ્મ એક્ટ્રેસમાંથી નેતા બનેલાં જયલલિતાના જીવન પર આધારિત છે. આ ઉપરાંત કંગના પાસે ‘તેજસ’ અને ‘મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લેજેન્ડ ઓફ દીદ્દા’ પણ છે. ‘ધાકડ’ ફિલ્મની વાત કરીએ તો તેમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મહત્વના રોલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news