કંગના રનૌતના વ્હારે આવી આ મહિલા પહેલવાનો, શિવસેનાની સરખામણી શિયાળ સાથે કરી

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે આત્મ હત્યા કરી કે તેની હત્યા કરાઈ છે તે મામલો 14મી જૂનથી ચાલ્યો આવે છે. અત્યાર સુધી તેમાં દરરોજ નવા વળાંક આવતા હતા પરંતુ હવે તો આ આખો મામલો જ આડે પાટે ચડી ગયો છે.

સુશાંત ડ્રગ્સ લેતો હતો અને બોલિવૂડમાં ઘણા કલાકારો ડ્રગ્સ લે છે તેવા આરોપો બાદ મામલો હવે જાણે ડ્રગ્સની તપાસનો થઈ ગયો હોય તેમ લાગે છે. આ દરમિયાન આખાબોલી કંગના રનૌત પણ દરરોજ કોઈને કોઈ હસ્તી સામે આક્ષેપો કરતી રહી હતી જેને કારણે તે અને શિવસેના સામસામે આવી ગયા હતા.

 

બીએમસીએ કંગનાની ઓફિસ પર ચલાવ્યુ બુલ્ડોઝર

બુધવારે તો મુંબઈ કોર્પોરેશને (બીએમસી) કંગનાની ઓફિસનું બાંધકામ ગેરકાયદે છે તેમ કહીને તોડી નાખ્યું હતું. બાદમાં કંગનાએ હાઇકોર્ટમાંથી સ્ટે લાવીને આ કાર્યવાહી અટકાવી હતી. કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નિશાન સાધીને કહ્યું હતું કે આજે મારું ઘર તૂટ્યું છે કાલે તમારો ઘમંડ તૂટશે.

હવે કંગનાના સપોર્ટમાં ઘણી બધી ભારતીય મહિલા પહેલવાનો ઉતરી પડી છે. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા ગીતા અને બબીતા ફોગટ, એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટ અને કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પૂજા ઢાંડાએ આ મામલે કંગનાને સપોર્ટ કર્યો છે.

બબીતા ફોગટ તો હવે ભાજપ સાથે જોડાઈ ગઈ છે અને તેણે શિવસેનાની સરખામણી ગીધ સાથે કરી છે. તેણે ઘણી બધી ટ્વિટ કરી છે. પહેલી ટ્વિટમાં તેણે લખ્યું છે કે શિયાળનું મોત આવે ત્યારે તે શહેર તરફ જાય છે. આવી જ હાલત શિવસેનાની છે કેમ કંગના રનૌત બહેન ગભરાવાની નથી. હવે તો આખો દેશ તેની સાથે છે. ઓફિસ તો ફરીથી બની જશે પરંતુ શિવસેનાની હેસિયતની સૌને ખબર પડી ગઈ છે.

તેણે એમ પણ લખ્યું છે કે બોલિવૂડની મીણબત્તી ગેંગ ક્યાં ચાલી ગઈ છે, હવે કોઈ એવોર્ડ વાપસી નહીં થાય.

ગીતા ફોગટે લખ્યું હતું કે શિવસેનાની સરકારમાં જેની લાઠી તેની ભેંસ જેવી હાલત છે. જોકે તેઓ ઓફિસ તોડી શકે છે કંગનાની હિંમત તોડી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news