બોલિવૂડની પંગા ક્વીનના જીવનમાં પહેલીવાર થયું આવું,આ વાતની માહિતી કંગનાએ સોશિયમ મીડિયામાં પોસ્ટ શેર કરીને આપી

કંગના રનૌતે હાલમાં જ ખુલાસો કર્યો છે કે કામ ન હોવાને કારણે ગયા વર્ષે તે અડધો ટેક્સ ભરી શકી નહોતી. તેણે એવો પણ દાવો કર્યો છે કે તેના જીવનમાં આવું પહેલીવાર થયું છે. જ્યારે તે સમયસર ટેક્સ ભરી શકી નથી.

કંગનાએ રનૌતે તેની પોસ્ટમાં લખ્યું- હું સૌથી વધુ ટેક્સ આપનારાઓના સ્લેબમાં આવું છું. હું મારી આવકનો 45% હિસ્સો ટેક્સમાં આપું છું. હું સૌથી વધુ ટેક્સ ભરતી એક્ટ્રેસ છું. જોકે, કામ ન હોવાને કારણે મેં ગયા વર્ષનો અડધો જ ટેક્સ ભર્યો છે. મારા જીવનમાં આવું પહેલી વાર ટેક્સ ભરવામાં મોડું થયું છે. જોકે, સરકાર મારા પેન્ડિંગ ટેક્સ મની પર વ્યાજ વસૂલ કરી રહી છે. તો પણ હું સરકારના આ પગલાનું સ્વાગત કરું છું.

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત મુંબઈમાં સ્પોટ થઈ હતી. હકીકતમાં તે તેની પાલી હિલ સ્થિત ઓફિસનું કામ જોવા પહોંચી હતી. તેની ઓફિસનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે બીએમસીએ કંગના રાનૌતની ઓફિસને ગેરકાયદેસર ગણાવી તોડફોડ કરી હતી. જ્યારે અભિનેત્રી તેની ઓફિસ પહોંચી ત્યારે તેણે માસ્ક પહેર્યો ન હતો. જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કરી હતી.

કંગના પાસે ‘તેજસ’ અને ‘મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લેજેન્ડ ઓફ દીદ્દા’ પણ છે. ‘ધાકડ’ ફિલ્મની વાત કરીએ તો તેમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મહત્વના રોલમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.