કંગનાએ વિક્રાંતને લીધો આડેહાથ,યામીએ ગૂપચૂપ કરી લીધા લગ્ન…!!

વિક્રમ મેસ્સીએ પણ યામીને અભિનંદન પાઠવ્યા હતા અને લખ્યું હતું કે રાધેમા જેવી પવિત્ર લાગે છે. આ કમેન્ટ વાંચીને કંગના રણૌતે વિક્રમને જવાબ આપી દીધો હતો. કંગનાએ લખ્યું ક્યાંથી નીકળ્યો આ કોક્રોચ, લાવો મારી ચપ્પલ

યામીને કંગનાએ કહ્યું કે, હિમાચલી દુલ્હન સૌથી સુંદર, દેવીની જેમ પવિત્ર.

પીળા રંગના આઉટફિટમાં યામી સુંદર લાગી રહી છે. સાથે જ યામી તસવીરમાં પોતાના કલીરા ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, યામીએ પહેલાં મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી હતી. ત્યારે યામીના હાથમાં ખૂબ જ સુંદર મહેંદી લાગેલી હતી.

યામીએ પોતાના લગ્નની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને તેમાં યામીએ લાલ કલરનું પાનેતર પહેર્યુ છે. આદિત્યએ ક્રિમ કલરની શેરવાની અને પાઘડી પહેરી છે.

લગ્નની તસવીર શૅર કરતા યામીએ કહ્યું કે, તારી રોશની સાથે મે પ્રેમ કરતા શીખ્યુ, આપણા પરિવારના આશીર્વાદ સાથે લગ્ન કરી લીધા. આપણે પ્રાઇવેટ લોકો છીએ માટે લગ્ન પરિવારની હાજરીમાં જ કર્યા અને પ્રેમ અને દોસ્તીની આ મુસાફરીની શરૂઆત તમારા આશીર્વાદ સાથે કરવા ઇચ્છીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news