‘કાશ તું આજે’… આવા શબ્દો સાથે સુશાંત સુહની ત્રીજી પુણ્યતિથિ પર રિયા ચક્રવર્તી કરી પોસ્ટ.

સુશાંત સિંહ રાજપૂતની આજે ત્રીજી મરણ પુણ્યતિથિ છે. એક્ટર 14 જૂન 2020એ મુંબઈમાં પોતાના ઘર પર ગળોફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. દિવંગત એક્ટર તે સમયે રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો હતો. ત્યાં જ સુશાંતની ડેથ એનિવર્સરી પર રિયાને પોતાના ઈન્સ્ટા પર એક્ટરની સાથે પોતાનો એક અનસીન વીડિયો પણ શેર કર્યો છે.

રિયા ચક્રવર્તીએ SSRની સાથે પોતાનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ક્લિપમાં રિયા અને સુશાંત એક બીજાની સાથે જોવા મળી રહ્યા છે. રિયા અને સુશાંત એક મોટા પથ્થર પર બેઠા છે અને રિયાએ સુશાંત સિંહને પ્રેમથી પકડ્યો છે.

બંન્ને કોઈ જગ્યા પર રોમેન્ટિક વેકેશનની મજા માણી રહ્યા હતા. રિયાએ આ વીડિયોમાં પિંક ફ્લાઈડનું આઈકોનિક ગીત ‘વિશ યુ વેયર હિયર’ પણ ઉમેર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.