કેરલ પ્લેન દુર્ઘટનાના મુખ્ય પાઇલોટ દીપક સાઠી હતા ખુબજ અનુભવી, જાણો તેમની વિશે આ વાતો…

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું એક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 19 થઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટના પણ મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કેપ્ટન દીપક સાઠે એર ફોર્સના ટેસ્ટ પાયલટ રહી ચૂક્યા છે. એર ફોર્સના ટેસ્ટ પાયલટ ઘણા એરક્રાફ્ટ પર ટેસ્ટ કરે છે. પાયલટે પોતાનો જીવ ગુમાવતા 170 મુસાફરોના જીવ બચાવ્યા હતા. આ દુર્ઘટના બની તે ફ્લાઈટ વંદે ભારત મિશનની હતી.

સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝના ડાયરેક્ટર એર વાયસ માર્શલ મનમોહન બહાદુરે ટ્વિટ કરતા કહ્યું કે દીપક સાઠે સાથે ટેસ્ટ પાયલટ રહ્યા હતા. તે ખૂબ જ અનુભવિ પાયલટ હતા. તેમણે કહ્યું, “RIP Tester.” મનમોહન બહાદુરે જણાવ્યું કે ટેસ્ટ પાયલટના કોલ સાઈનમાં નામની આગળ ટેસ્ટર લગાવવામાં આવતું હતું.

જાણકારી મુજબ, વિમાનનું બીજી વખત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એટલે કે પ્રથમ પ્રયાસમાં વિમાન લેન્ડ ન થઈ શક્યું. ત્યારબાદ પાયલટે બીજુ લેન્ડિંગ કર્યું. પરંતુ બીજા લેન્ડિંગમાં એર ઈન્ડિયાનું વિમાન IX-1344 એરપોર્ટ પર રનવે પરથી સ્લિપ થયું હતું.

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે રનવે પર વિઝિબિલિટી ઓછી હતી. રનવે પર પાણી ભરાયું હતું. સ્લિપ થયા બાદ વિમાન 35 ફૂટ ખીણમાં જઈને પડ્યું હતું. વિમાનના બે ટુકડા થયા હતા. આ ઘટનાને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈમરજન્સી બેઠક બોલાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news