આઈપીએલમાં પ્રદર્શનનાં દમ પર, ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં,મળી રહી છે સરળતાથી એન્ટ્રી

આઈપીએલમાં પ્રદર્શનનાં દમ પર ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં પણ સરળતાથી એન્ટ્રી મળી રહી છે.

પોતાના દમ પર ટીમને જીત અપાવનાર રાહુલ તેવટીયા તે ઈનિંગ બાદ જ્યારે પણ મેદાનમાં ઉતર્યો ત્યારે તેના પર વધારે આશાઓ રાખવામાં આવી છે અને હવે તે ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેનાં પર 130 કરોડો લોકોની આશાઓ રહેશે.

બીજી તરફ જે બોલરની ઓવરમાં તેવટીયાએ 5 સિક્સર ફટકારી હતી તેની સ્થિતિ તેવટીયાથી એકદમ વિપરીત બની ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝનાં બોલર શેલ્ડન કોટ્રલ આઈપીએલનાં ગત સિઝનમાં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેને ગત સિઝનમાં 8.5 કરોડમાં ખરીદવામાં આવ્યો.

ગત વર્ષે 8.5 કરોડમાં વેચાયેલા ખેલાડી પર આ વર્ષની આઈપીએલમાં કોઈ ટીમે રસ ના દાખવ્યો. શેલ્ડન કોટ્રલનાં ગત સિઝનનાં ખરાબ પર્ફોર્મન્સને લીધે તેને કોઈ ટીમે ખરીદવામાં રસ ના દાખવ્યો. આ બોલરને ગત સિઝનની તેની પાંચ બોલ ભારે પડી ગઈ. જે પાંચ બોલ પર તેની ખૂબ ધોલાઈ કરવામાં આવી હતી જેને કોટ્રેલ ક્યારેય યાદ નહીં કરવા માંગે.

રાહુલ તેવટીયાએ કોટ્રેલને તે ઓવરમાં 5 સિક્સર ફટકારીને તરખાટ મચાવી દીધો હતો. તેણે કોટ્રેલનો મનોબળ પૂરી રીતે તોડી નાંખ્યો, તે મેચમાં રાહુલ તેવટીયા એક અલગ સ્તરનો ખેલાડી દેખાઈ રહ્યો હતો. આઈપીએલ 2020 બાદ બંને ખેલાડીઓનાં પ્રદર્શનને જોઈએ તો રાહુલ તેવટીયાએ 8 મેચ રમી જેમાં તેણે 4 વિકેટ લીધી અને 158 રન પણ બનાવ્યા અને બીજી તરફ કોટ્રેલ 5 મેચ રમ્યો અને જેમાં તેણે 5 વિકેટ ખેરવી અને 13 રન બનાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news