ખૂબ જ ઝડપથી જર્મનીમાં ફેલાય રહ્યો છે કોરોનાં, એક દિવસમાં કોરોનાના, એક હજારથી વધારે કેસ નોંધાયા

કોરોનાનો નવો સ્ટ્રેન વતા લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે.  આ બધા વચ્ચે જર્મનીમાં પણ કોરોનાનો કહેર શરુ થયો છે. બુધવારના દિવસે જર્મનીમાં કોરોનાએ એક દિવસની અંદર 1000 કરતા પણ વધારે લોકોનો ભોગ લીધો છે.

કોરોના વાયરસનો ફેલાવો થયા બાદ પહેલી વખત જર્મનીમાં કોરોનાના કારણે આટલા મોત થયા છે. જર્મનીના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું કે ગત 24 કલાકની અંદર જર્મનીમાં કોરોનાના કારણે 1129 દર્દીઓના મોત થયા છે. ત્યારે એક દિવસમાં 962 લોકોના મોત થયા હતા.

જર્મનીમાં જ્યારે કોરોનાની પહેલી લહેર હતી ત્યારે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ત્યાં મૃત્યુદર ઘણો વનીચો હતો. જ્યારે હવે બીજી લહેરમાં મૃત્યુદર સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.

કોરોનાની બીજી લહેર અને વાયરસના નવા સ્ટ્રેનના કારણે  ત્યાં ફરી વખત કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ પ્રતિબંધો 10 જાન્યુઆરી સુધી લગાવવામાં આવ્યા છે. 10 જાન્યુઆરી બાદ પણ જો સ્થિતિ કાબૂમાં ના આવી તો આ પ્રતિબંધોને વધારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news