અંગત અદાવતનાં કારણે બે જૂથ વચ્ચે ખૂની ખેલ, પાંચ રાઉન્ડ ફાયરિંગ, 10 ગાડીની તોડફોડ.

ભરૂચનાં ઝઘડિયા GIDCમાં બે જૂથ વચ્ચે ધંધાકીય હરીફાઈનાં કારણે શનિવારે ગેંગવોરમાં સામસામે ખૂની ખેલમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની ઘટના સામે આવી છે. ઘણા સમયથી ઉદ્યોગોમાં ધંધાકીય તીવ્ર સ્પર્ધા હોવાથી બે રાજકીય પાર્ટીનાં જૂથ વચ્ચે ભારે લડાઈ થાય એવા અણસાર દેખાતા જ હતા. અંકલેશ્વરનો જયમીન પટેલ અને તેની સામે માજી ધારાસભ્ય છોટુ વસાવાના ભાણેજ રજની વસાવાની ધંધાકીય સ્પર્ધામાં શનિવારે ઝઘડિયા GIDCમાં ગેંગવોર ઊભી થઇ હતી. આ ઝઘડામાં ૧૦થી વધારે કારના કાચ અને અન્ય વસ્તુઓ તોડી નાંખી હતી. આ જંગમાં મળતી માહિતી અનુસાર એકને તીક્ષ્ણ હથિયાર મારી દેતાં હોસ્પિટલાઈઝ છે. જો કે, સમગ્ર ઘટનાના પગલે પોલીસ વિભાગે ઘટના સ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની માહીતી મળતાં અંકલેશ્વર DYSP તેમજ LCB પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તમામ માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરશે. આ ઘટના બનતાં આખો વિસ્તાર ચકિત થઇ ગયો છે. જો કે, રાજકીય પાસાઓ પોતાના જૂથને બચાવવા માટે તંત્ર પર દબાણ લાવવામાં સક્રિય થશે એવું લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.