ઈંડિયન સાઈન લેંગ્વેંજમાં કિંગ ખાનનું નામ શામેલ.જેનું મોદીએ લોન્ચ કયુઁ હતું…

બોલિવૂડનાં બાદશાહ કિંગ ખાન ભરે થોડો સમય ફિલ્મોથી દૂર હોય ,પણ તે મોટા ભાગે કોઈ વાતને લઈને ચચાઁમાં રહે છે. હાલમાં જ શાહરૂખ ખાને ઈંડિયન સાઈન લેંગ્વેંજ ડિકશનરીમાં એન્ટ્રી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ મહીને આ ડિકશનરીને વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી હતી. હકીકતમાં દર વર્ષે ૨૩ સપ્ટેમ્બરને ઈંટરનેશનલ સાઈન લેંગ્વેંજ ડે તરીકે મનાવનામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોશમાં લગભગ 10 હજાર શબ્દ છે. જેમાં એક શાહરૂખ ખાન પણ છે. જો આપ સાઈન લેંગ્વેજમાં શાહરૂખ ખાન કહેવા માગો છો, તો સીધા હાથની આંગળીઓને ગન માફક પોઈન્ટ કરી દિલ તરફ બે વાર ટેપ કરો. ઈંડિયન સાઈન લેંગ્વેજ અને ટ્રેનિંગ સેન્ટરે તેનો એક વિઝયૂલ રિલીઝ કર્યુ છે. ટ્વિટર પર તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન છેલ્લી વાર ફિલમ ‘ઝીરો’માં દેખાયો હતો. આ ફિલ્મમાં નિર્દેશન આનંદ એલ રાયે કર્યુ હતું. આ ફિલ્મ પડદા પર જરાં પણ લોકોને ગમી નહોતી. ત્યાર બાદ શાહરૂખ ખાન લાંબ સમયથી બ્રેક પર છે. જો કે, હવે શાહરૂખ ખાન ટૂંકમાં જ સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news