આજથી અમદાવાદમાં G20 સમિટની થીમ પર પતંગ મહોત્સવનો પ્રારંભ..

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રવિવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ વખતે G20 સમિટની થીમ પર કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આજથી શરૂ થયેલો પતંગ મહોત્સવ 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ સુધી ચાલશે. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે. આ વખતે પતંગ મહોત્સવમાં લગભગ 56 દેશોના પતંગબાજો ભાગ લેશે.

કાઈટ ફેસ્ટિવલ આજથી શરૂ થયો છે અને આગામી એક સપ્તાહ સુધી ચાલશે. આ પતંગ મહોત્સવમાં યુકે, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા સહિત 56 દેશોના પતંગબાજો પણ પ્રદર્શિત થશે અને પતંગના સદીઓ જૂના ઈતિહાસને પણ જીવંત કરવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, વડનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સુરત, સોમનાથ, રાજકોટ, ધોલેરા, સફેદ રણમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં દેશ વિદેશના પતંગબાજો પોતાનું કૌશલ્ય બતાવશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રવિવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો પ્રારંભ થયો છે. પતંગોત્સવમાં દેશભરમાંથી પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ પતંગોત્સવને જોવા માટે સવારથી જ લોકોની ભીડ જોવા મળી હતી. કાઈટ ફેસ્ટિવલમાં વિવિધ પતંગો તેમજ જોકર, ચામાચીડિયા અને G-20 થીમ આધારિત પતંગોને જોવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા અને પતંગ મહોત્સવમાં સેલ્ફી પોઈન્ટથી લઈને પતંગોનો ઈતિહાસ વગેરેના અનેક સ્ટોલ રાખવામાં આવ્યા છે અને લોકો તેનો આનંદ લઈ શકશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ કાઈટ ફેસ્ટિવલ 2023માં ભારત અને વિદેશના પતંગબાજો રિવરફ્રન્ટના વિશાળ મેદાનમાં વિવિધ પ્રકારના પતંગ ઉડાવશે. જ્યારે લોકો બહાર ઉભા રહીને આ પતંગબાજો દ્વારા આકાશમાં ઉડતા પતંગોને જોવાનો આનંદ માણી શકે છે અને કાઈટ ફેસ્ટીવલમાં નાના બાળકો માટે અલગ કાઈટ ફોટો ગેલેરી ઝોન બનાવવામાં આવ્યો છે. કાઈટ ફોટો ગેલેરીમાં નાના બાળકોથી લઈને 15 વર્ષ સુધીના બાળકો પતંગ અને અન્ય ફોટા દોરી શકે છે. નાના બાળકો વિવિધ રંગીન કાગળો પર પતંગ પર ચિત્રો બનાવતા જોવા મળ્યા હતા. આ સાથે પતંગ કેવી રીતે બને છે અને તે પણ જોવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.