કેમ મૂંગા છે હિન્દુવાદીઓ, ક્યાં ખોવાઇ ગયા હવે ? મુંગેરમાં દુર્ગાવિસર્જનમાં થયેલા ગોળીબાર અંગે શિવસેનાનો સવાલ

બિહારના મુંગેર વિસ્તારમાં દુર્ગાવિસર્જન દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મરણ થયું અને 15ને ઇજા થઇ એ મુદ્દે શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું.

પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખેલા સંપાદકીયમાં એવો સવાલ કરવામાં આવ્યો હતો કે મુંગેરમાં દુર્ગાવિસર્જન દરમિયાન બનેલી ઘટના અંગે હિન્દુત્વવાદી કહેવાતા લોકો ક્યાં છે અને કેમ મૂંગા છે ?

શિવસેનાએ એવો આક્ષેપ કર્યો હતો કે આવી ઘટના મહારાષ્ટ્ર કે પશ્ચિમ બંગાળમાં બની હોત તો પોકળ હિન્દુવાદીઓએ હો હા મચાવી દીધી હોત. દુર્ગાપૂજા વિસર્જન જેવી ઘટનાને હિન્દુત્વ પરના હુમલા સમાન ગણાવી દીધી હોત. આ બંને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા ભાંગી પડ્યા છે માટે રાષ્ટ્રપતિ શાસન લાદો એવી માગણીઓ થઇ હોત.

શિવસેનાએ વધુમાં એવો આક્ષેપ પણ કર્યો હતો કે બિહારમાં ચૂંટણી જીતવા  ભાજપે સેક્યુલરના ચશ્મા ચડાવ્યા હતા અને દુ્ર્ગાપૂજાની ઘટના એને નજરે પડી નથી. મહારાષ્ટ્રમાં એમના બેસાડેલા ગવર્નર મંદિરો ખોલવાની સલાહ આપે છે પરંતુ બિહારમાં હિન્દુ પ્રજા પર પોલીસે કરેલા ગોળીબાર એમને નજરે પડતા નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news