ઇલેક્ટ્રિક કાર્સ વિશે જાણો શુ કહ્યું આનંદ મહિન્દ્રાએ ???

બેક-ટૂ-બેક બેસ્ટસેલર SUV બનાવ્યા બાદ મિહન્દ્રા હવે EV એટલે કે ઇલેક્ટ્રિક વ્હિકલ સેગમેન્ટમાં મહારત મેળવવાની કોશિશ કરી રહ્યું છે. આ માટેનો પ્લાન જોરશોરમાં ચાલી રહ્યો છે અને આ કંપની દ્વારા આઠ નવા ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન માટે ફાઇલ કર્યા છે. અત્યારે મહિન્દ્રાએ તેની પાંચ ઇલેક્ટ્રિક SUV વિશે વાત કરી છે અને આ કાર્સનું નામ XUV.e8, XUV.e9, BE.05, BE.07 અને BE.09 નામ આપવામાં આવ્યું છે.

આ પાંચેય SUVમાં INGLO પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે ફોક્સવેગન કંપનીની MEB પ્લેટફોર્મ કોમ્પોનેન્ટ્સના ઉપયોગથી બનવવામાં આવી છે તેમજ દરેક SUVની એક અલગ યુનિક પ્રોફાઇલ છે અને કેબિનેટથી લઈને ફીચર્સ પણ અલગ હશે. અમુક ફીચર્સ સરખા હશે જેમ કે કૂપર ફિનિશ લોગો. આ ઇલેક્ટ્રિક SUV ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટને ટાર્ગેટ કરશે. કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા દ્વારા જ આ ઇલેક્ટ્રિક SUV માર્કેટમાં આવી રહી છે એની પુષ્ટી કરવામાં આવી છે.

XUV700ની સરખામણીમાં XUV.e8માં મોટું, લાંબુ, પહોળું અને ઊંચો વ્હીલબેસ આપવામાં આવ્યો છે. આ કારમાં 4740mm લાંબો, 1900mm પહોળો, 1760mm ઊંચો અને 2762mmનો વ્હીલબેસ આપવામાં આવ્યો છે અને XUV.e8માં 80 kWhનું બેટરી પેક છે જે 230 hpથી લઈને 350 hp સુધીનો પાવર આઉટપુટ આપે છે. આ કારમાં ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પણ હશે.

પહેલું BE સીરિઝ મોડલ BE.05ને 2025ની ઓક્ટોબરમાં લોન્ચ કરવાનું પ્લાનિંગ છે. આ કારમાં XUV.e સીરિઝ કરતાં અગ્રેસિવ સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક BE મોડલમાં શાર્પ કટ અને ગ્રૂવ્ઝનો સમાવેશ કરવામાં આવશે, જેનાથી એકદમ સ્પોર્ટી લુક મળશે. C શેપની LED DRLs અને રીયર LED એક સરખી જોવા મળશે અને તેમ જ ડોર હેન્ડલ, સ્પોર્ટી એલોય વ્હીલ અને વ્હીલની ડિઝાઇન સરખી રાખવામાં આવશે.

BE.05ની પણ કૂપ-પ્રોફાઇલ છે. આ SUVમાં રેડિકલ ડિઝાઇન છે અને ડ્રાઇવર તેમજ ફ્રન્ટ પેસેન્જર સીટ વચ્ચે એક જાડુ સેપરેટર મૂકવામાં આવ્યું છે. રોટરી કંટ્રોલ ગીયર, ટૂ-સ્પાઇક સ્ટેરિંગ વ્હીલ અને બે મોટી ટચસ્ક્રીન એ આ કારના મુખ્ય ફીચર્સ છે. BE.05એ 4370mm લાંબી છે અને એને XUV400ની ઉપર રાખવામાં આવશે. ટાટાની કર્વ 2024માં લોન્ચ થવાની છે એની આ રાઇવલ કાર છે.

BE.07ને 2026ની ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવશે. આ એક ટિપિકલ બોક્સી લે-આઉટ વાળી SUV છે. આ કારને અંદરથી અલ્ટ્રા લક્ઝુરિયસ બનાવવામાં આવી છે. કારને ડેસબોર્ડ લેફ્ટથી લઈને રાઇટ ડોર સુધી ફુલ સ્ક્રીન હશે અને આ સાથે જ પેનોરેમિક સનરૂફ અને ટચ બેઝ્ડ કંટ્રોલનો સમાવેશ કરવામાં આવશે. BE.07એ 4565mm લાંબી છે અને જે હ્યુન્ડાઇ ક્રેટા કરતાં લાંબી કાર છે, પરંતુ XUV700 કરતાં નાની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.