પૂર્વિય અને દક્ષિણ પૂર્વિય રેલવેની, ઝોનલ ઓફિસ ધરાવતા સ્ટ્રેન્ડ રોડ પરની, એક બહુમાળી ન્યુ કોઇલાઘાટ ઇમારતમાં આગ લાગતાં,ઓછમાં ઓછા નવ જણા માર્યા ગયા હતા

પૂર્વિય અને દક્ષિણ પૂર્વિય રેલવેની ઝોનલ ઓફિસ ધરાવતા સ્ટ્રેન્ડ રોડ પરની એક બહુમાળી ન્યુ કોઇલાઘાટ ઇમારતમાં આગ લાગતાં ઓછમાં ઓછા નવ જણા માર્યા ગયા હતા.

ઉપરાંત ઘાયલોને પણ તબીબી સહાય પેટે રૂપિયા પચાસ  પચાસ હજાર આપવાની જાહેરાત કરી હતી. માર્યા ગયેલાઓમાં ચાર ફાયર ફાઇટર, એક સહાયક સબ ઇન્સપેકટર અને રેલવે પોલીસ ફોર્સના એક જવાનનો સમાવેશ થતો હતો.દરમિયાન રેલવે મંત્રી પીયુષ ગોયલે કોલકાતામાં લાગેલી આગની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી હતી

બંગાળના મંત્રી સુજીત બાસુએ કહ્યું હતું કે શહેરના મધ્ય ભાગમાં આવેલી ઇમારતમાં માર્યા ગયેલાઓને રાજ્ય સરકાર દરેકને રૂપિયા દસ દસ લાખ વળતર આપશે.ઉપરાંત તેમના પરિવારમાંથી ગમે તે એકને સરકારી નોકરી પણ આપશે.

નવી દિલ્હીમાં રેલવે મંત્રી ગોયલે કહ્યું હતું કે ‘કોલકાતાની રેલવેની ઇમારતમાં માર્યા ગયેલા ચાર ફાયર ફાઇટર, બે રેલવે કર્મચારીઓ અને પોલીસના પરિવારને અમારી સહાનૂભૂતી અને આશ્વાસન.

તમામ સબંધીત લોકોને શક્ય  એટલી મદદ કરવા અમે કટિબધ્ધ છીએ’. તેમણે વધુમાં કહ્યું હતું કે રેલવે વિભાગના ચાર અગ્ર અધિકારીઓ સહિતના અધિકારીઓ આગ ક્યા કારણોસર લાગી તેની તપાસ કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news