દાહોદની આરટીઓ ટોલનાકા પાસેથી એલસીબી પોલીસે મોટરસાયકલની પેટ્રોલની ટાંકીમાં અને સીટની નીચે સંતાડીને લઈ જવાતા દારૂ સાથે એક ઈસમને ઝડપી લેવાયો

દાહોદની આરટીઓ ટોલનાકા પાસેથી એલસીબી પોલીસે મોટરસાયકલની પેટ્રોલની ટાંકીમાં અને સીટની નીચે સંતાડીને લઈ જવાતા દારૂ સાથે એક ઈસમને ઝડપી લેવાયો

દાહોદ એલસીબી પોલીસ દારૂની બદીને રોકવા માટે આજરોજ પેટ્રોલિંગ કરી રહી હતી તેવા સમયે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના પીટોલ તરફથી એક હોન્ડા કંપનીની સાઇન મોટરસાયકલ ઉપર જેનો નંબર છે GJ 06 HN 3033 નંબરની મોટરસાયકલ ઉપર પેટ્રોલની ટાંકીમાં ચોર ખાનું બનાવી અને બેસવાની સીટની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને લઈને અવાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે આરટીઓ ટોલનાકા પાસેથી તે મોટરસાયકલ ચાલકને અટકાવી તેની તલાસી લેતા પેટ્રોલની ચોર ટાંકીમાંથી તેમજ બેસવાની સીટની નીચેથી દાહોદ એલસીબી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના કોટરીયા 72 નંગ મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા 7704 રૂપિયાનો વિદેશી દારૂ હોન્ડા કંપનીની મોટરસાયકલ જેની કિંમત 20,000 રૂપિયા આરોપી પાસેથી મળી આવેલો એક વિવો કંપનીનો મોબાઇલ જેની કિંમત રૂપિયા 5000 રૂપિયા મળી કુલ રૂપિયા 32,704 રૂપિયાના મુદ્દામાલ સાથે તે આરોપીની અટકાયત કરી હતી અને પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મધ્યપ્રદેશના પીટોલ ગામેથી દારૂના ઠેકા ઉપરથી તેના વરમખેડા  ગામે છૂટક દારૂનું વેચાણ કરવા માટે લઈ જતો હતો દાહોદ એલસીબી પોલીસે દારૂ સાથે આરોપીની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.