૨૦૦૦ ની નોટને લઈને તમને મુંઝવતા તમામ સવાલોના જવાબ આવો જાણીએ વિગતવાર

બે હજાર રૂપિયાની નોટ હવે ભૂતકાળ બની જશે અને આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા લેવામાં આવ્યો છે. RBIએ કહ્યું છે કે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવામાં આવશે એટલે કે તમારી પાસે રહેલી 2000 રૂપિયાની નોટ હવે તમે કોઈપણ બેંકમાં જઈને બદલી શકો છો અને આ માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં સૌ પ્રથમ, તમારે જાણવું એ જોઈએ કે આ નોટબંધી બિલકુલ નથી કે તમારી પાસે પડેલી બે હજાર રૂપિયાની નોટો રદ થઈ જશે. રિઝર્વ બેંકે (RBI) રૂ. 2,000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે કારણ કે તેનો હેતુ પૂરો થઈ ગયો હતો અને આ માત્ર નોટબંધીની પ્રક્રિયા છે અને ભૂતકાળમાં પણ આવું ઘણી વખત કરવામાં આવ્યું છે. 30 સપ્ટેમ્બર, 2000ની નોટો નજીકની બેંકોમાં બદલી શકાશે તો ચાલો જાણીએ 30 સપ્ટેમ્બર પછી શું થશે?

આરબીઆઈએ કહ્યું કે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લેવામાં આવ્યો છે અને જે મુજબ 2000ની નોટની માન્યતા હાલ સુધી યથાવત રહેશે એટલે કે તે લીગલ ટેન્ડર રહેશે. 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી, તમે બેંકમાં જઈને તેમને બદલી શકશો અને ત્યાં સુધી તમે આ નોટોને માર્કેટમાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો અને 30 સપ્ટેમ્બર પછી તમારે તેને એક્સચેન્જ કરવા માટે RBI જવું પડશે. જો તમે 30 સપ્ટેમ્બર સુધી પણ તમારી 2000ની નોટો બેંકમાંથી બદલી શકતા નથી, તો પછી તમે તેને RBI દ્વારા બદલી શકશો.

લોકો બેંકોમાં બે હજાર રૂપિયાની નોટો બદલતા રહે છે અને આ બે હજાર રૂપિયાની નોટો બજારમાંથી કાઢી નાખવામાં આવશે, જે બેંકોમાં જમા કરવામાં આવશે, તે ફરીથી જારી કરવામાં આવશે નહીં. આ રીતે બે હજાર રૂપિયાની નોટ પાછી આવશે નહી અને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. બેંકોમાં અન્ય ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આરબીઆઈએ કહ્યું છે કે એક સમયે માત્ર 20,000 રૂપિયાની બે હજારની નોટ જ બદલી શકાશે, એટલે કે એક સમયે માત્ર 10 નોટો જ બદલી શકાશે. 2000 રૂપિયાની નોટ સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો છે, જેમ કે 2021માં કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે 2018થી 2000 રૂપિયાની એક પણ નોટ છપાઈ નથી

RBIએ જણાવતા કહ્યું છે કે, 2000ની નોટ ચલણમાં રહેશે અને લોકો તેમના વ્યવહારો માટે 2000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે અને તેને ચુકવણી તરીકે સ્વીકારી પણ શકે છે. પરંતુ એવી પૂરેપૂરી શક્યતા છે કે, લોકો હવે તમારી પાસેથી આ નોટો બજારમાં લેતા શરમાશે. એટલા માટે બેંકમાં ગયા બાદ જ નોટ બદલવાનો પ્રયાસ કરો.

આરબીઆઈએ તેની પ્રેસ નોટમાં જણાવ્યું છે કે 2000 રૂપિયાની 89% નોટ માર્ચ 2017 પહેલા છપાઈ હતી. 2000ની 89% નોટોએ તેમની ઉંમર પૂરી કરી લીધી છે અને 2000 રૂપિયાની માત્ર 10.8% નોટો જ ચલણમાં છે. બજારમાં ખરીદ-વેચાણ માટે તેનો બહુ ઓછો ઉપયોગ થઈ રહ્યો છે અને અન્ય તમામ મૂલ્યની નોટો જરૂરિયાતને પહોંચી વળવા સક્ષમ છે. જો કે, તમારે ખાતરી રાખવી જોઈએ કે તમારી રૂ. 2,000 ની નોટ બિલકુલ નકામી રહેશે નહીં અને તેના વિશે કોઈ પ્રશ્નો ઉભા થશે નહીં. જો તમારી પાસે આ નોટો છે, તો ધીરજ રાખો અને 23 મેથી તમને કોઈપણ બેંકમાં તેને બદલવાની પૂરી તક મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.