લીઝા હેડનના ઘરે ફરી બંધાયુ છે પારણું,એક્ટ્રેસે ખાસ અંદાજમાં જણાવી ગુડ ન્યૂઝ

લીઝા હેઠન ત્રીજી વખત માતા બની છે. આ ગુડ ન્યૂઝને એક્ટ્રેસે પોતાની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શેર નથી કર્યા, પરંતુ તેણે અનોખા અંદાજમાં આ વાતની જાણકારી પોતાના ફેન્સને આપી.

લીઝા ત્રીજી વખત માતા બની ગઈ છે. જોકે, બાળકના જેન્ડરને લઈને હજી સુધી તેણે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ મીડિયામાં આવી રહેલાં સમાચારો મુજબ તેણે દીકરીને જન્મ આપ્યો છે. જોકે, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ અગાઉ લીઝાએ અનેકવાર કહ્યું હતું કે તે દીકરીને જન્મ આપવાની છે. આ રીતે લીઝા અને તેના ચાહક વચ્ચેની આ વાતચીત વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, પ્રેગ્નેન્સી દરમિયાન લીઝા બેબી બમ્પ ફ્લોન્ટ કરતા અવારનાવર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી હતી.

અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘તે માતાઓ જે આવનારા બાળકને લઈને થોડી નર્વસ છે, ખાસ કરીને જેમની પાસે એક છે અને હવે બીજું આવવાનું છે. હું બાળકની લાગણીઓ વિશે ચિંતા કરું છું, જ્યારે તે બોલવાનું શીખી જશે ત્યારે તે પોતાને કેવી રીતે વ્યક્ત કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.