સોના ચાંદીના ભાવમાં ફરી પીછેહટ જુઓ શું છે ભાવ ??

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતર્યા હતા અને વિશ્વ બજારના સમાચાર વધ્યા ભાવથી ફરી પીછેહટ બતાવતા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં વિશ્વ બજારમાં સોનામાં આજે ફંડો ફરી વેંચવા નિકળ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૩૬થી ૧૮૩૭ વાળા આજે નીચામાં ૧૮૩૦ થઈ ૧૮૩૨ થી ૧૮૩૩ ડોલર રહ્યાના નિર્દેશ હતા અને સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૧.૦૭થી ૨૧.૦૮ વાલા નીચામાં ૨૦.૬૯ થઈ ૨૦.૭૭ થી ૨૦.૭૮ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે મુંબઈ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના :રૂ.૫૫૯૧૫ વાળા :રૂ.૫૫૮૪૨ થઈ :રૂ.૫૫૮૬૩ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ :રૂ.૬૧૪૦ વાળા :રૂ.૫૬૦૬૬ થઈ :રૂ.૫૬૦૮૭ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના :રૂ.૬૪૨૪૬ વાળા આજે :રૂ.૬૩૭૦૬ રહ્યા હતા અને મુંબઈ બજારમાં સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા અને આ દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે :રૂપિયા સામે ડોલરના ભાવ વધતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો ધીમો રહ્યો હતો.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના :રૂ.૫૭૫૦૦ તથા ૯૯.૯૦ :રૂ.૫૭૭૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૯૬૭થી ૯૬૮ વાળા નીચામાં ૯૪૯ થઈ ૯૫૭થી ૯૫૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૪૧થી ૧૪૪૨ વાળા નીચામાં ૧૪૧૯ થઈ ૧૪૩૦થી ૧૪૩૧ ડોલર રહ્યા હતા અને વૈશ્વિક કોપરના ભાવ આજે વધ્યા ભાવથી ૨.૨૫થી ૨.૩૦ ટકા ગબડયાના નિર્દેશો હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.